Loksabha Election 2024 Live Update: મોદી સરકારના રાજમાં 30 લાખ સરકારી પદો ખાલી, કેમ નથી ભરતી: પ્રિયંકા ગાંધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસ યુપીમાં ચોથા અને પાંચમા તબક્કાના ઉમેદવારોને જીતાડના માટે જનસભા યોજશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 May 2024 02:49 PM
નામ લીધા વિના શંકર ચૌધરીના ગેનીબેન પર પ્રહાર

નામ લીધા વિના શંકર ચૌધરીના ગેનીબેન પર પ્રહાર


બનાસ ડેરીને લઈ ગેનીબેનના નિવેદન પર શંકર ચૌધરીનો પલટવાર


રાત-દિવસ કામ કરવા છતા કર્મચારીઓએ ગાળો ખાવી પડે છેઃશંકર ચૌધરી


ડેરી સાથે જોડાયેલી લાખો માતા-બહેનોનું આ અપમાન છેઃશંકર ચૌધરી


ડેરીમાં દૂધ ભરાવતી બહેનોને વગર વાંકે ગાળો બોલવાનું કારણ શું?:શંકર ચૌધરી


 

ક્ષત્રિય આંદોલન પર પ્રથમ વખત બોલ્યા અમિત શાહ

abp અસ્મિતા સાથેના ઈન્ટરવ્યૂમાં અમિત શાહે પહેલી વખત ક્ષત્રિયો પર  નિવેદન આપ્યું છે. ક્ષત્રિયો સાથે રહેશે તેવો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યકત કર્યો છે. અમિત શાહે કહ્યું કે, ક્ષત્રિયો રાષ્ટ્ર નિર્માણમાં અમારી સાથે રહેશે, પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની અનેકવાર માફી માગી છે

ભાજપે લોકોની વચ્ચે નફરતના બીજ વાવ્યાઃપ્રિયંકા ગાંધી

બનાસકાંઠાના લાખણીમાં આજે પ્રિયંકા ગાંધી  પહોંચ્યા હતા અને ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંઘીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે અગ્નિવીર યોજના સહિતની મોદી સરકારની નીતિને વખોડી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું.” અગ્નિવીર યોજનાથી યુવાનો સેનામાં નથી જતા, હાલ 30 લાખ સરકારી પદો  હાલ ખાલી છે. સરકાર ભરતી કરતી નથી. અમે સત્તા પર આવીશું તો મે નિયુક્તિ કરીશુ, સ્નાતક યુવાનો માટે એપ્રેટિસ પ્રોજેક્ટ લાવીશુ, નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપીશું, સરકારી કંપનીઓને પ્રાઈવેટ બનાવવાનો મોદી સરકારો પ્રયાસ છે”

Lok sabha Election 2024:ઉત્તર ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો ઝંઝાવાતી પ્રચાર

ઉત્તર ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો ઝંઝાવાતી પ્રચાર, આજે  બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી જનસભા સંબોધશે, બનાસકાંઠા, પાટણના કૉંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કરશે, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોરને વોટ આપવા અપીલ કરશે, પ્રિયંકા ગાંધીની સભાને લઈને કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સભા સ્થળ પર મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે. અહીં તમામ લોકો ગેનીબેન ઠાકોરની જીતના દાવા કરી રહ્યા છે.

Loksabha Election 2024 Live Update:મંત્રી કનુભાઈ દેસાઈના નિવેદનથી કોળી સમાજમાં આક્રોશ

તો બીજી તરફ હવે મંત્રી કનુભાઈ દેસાઈના નિવેદનથી કોળી સમાજમાં આક્રોશ સર્જાયો છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રવિણ કોળીએ સવાલ ઉઠાવ્યો છે કે,  ભાજપ હાઈકમાન્ડ કેમ ચુપ છે,કનુભાઈ દેસાઈના રાજીનામાની માગ પણ કરી છે.

Loksabha Election 2024 Live Update:ક્ષત્રિય સમાજના આંદોલન પર વજુભાઈ વાળાની પ્રતિક્રિયા

ક્ષત્રિય સમાજના આંદોલન પર વજુભાઈ વાળાએ પણ  પ્રતિક્રિયા આપી છે. “રૂપાલાએ માફી માગી લીધી છે,હવે આ પ્રકરણ પૂર્ણ થાય છે,દરેક સમાજમાં થોડીઘણી નારાજગી રહેતી હોય છે,ક્ષત્રિય સમાજ ભાજપની સાથે હતો અને છે,જે પણ નારાજગી હશે ધીમે ધીમે દુર કરાશે, ગ્રામ્ય વિસ્તારમાં નારાજગીનો દોર પૂર્ણ થતો જાય છે”

Loksabha Election 2024 Live Update:મનસુખ માંડવીયાના સમર્થનમાં ગોંડલમાં ભાજપનું યોજાશે સંમેલન

મનસુખ માંડવીયાના સમર્થનમાં ગોંડલમાં ભાજપનું સંમેલન યોજાશે,કાલે ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ક્ષત્રિય સંમેલન યોજશે. રાજપૂત સમાજની વાડીમાં ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન .યોજાશે. ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સંમેલન યોજાશે,ગરાસીયા, કાઠી, રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહેશે,કારડીયા,નાડોદા રાજપૂત સમાજના લોકો  સોરઠીયા,ખાંટ રાજપૂત સમાજના લોકો પણ  ઉપસ્થિત રહેશે

Loksabha Election 2024 Live Update:મનસુખ માંડવીયાના સમર્થનમાં ગોંડલમાં ભાજપનું યોજાશે સંમેલન

મનસુખ માંડવીયાના સમર્થનમાં ગોંડલમાં ભાજપનું સંમેલન યોજાશે,કાલે ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ક્ષત્રિય સંમેલન યોજશે. રાજપૂત સમાજની વાડીમાં ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન .યોજાશે. ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સંમેલન યોજાશે,ગરાસીયા, કાઠી, રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહેશે,કારડીયા,નાડોદા રાજપૂત સમાજના લોકો  સોરઠીયા,ખાંટ રાજપૂત સમાજના લોકો પણ  ઉપસ્થિત રહેશે

Loksabha Election 2024 Live Update: લોકસભાની ચૂંટણીમાં 'સિંઘમ' ફિલ્મની એન્ટ્રી

લોકસભાની ચૂંટણીમાં 'સિંઘમ' ફિલ્મની એન્ટ્રી થઇ છે,  સોશલ મીડિયા પર પરેશ ધાનાણીએ  પોસ્ટ  કરીને સિંઘમ-3ની ચૂંટણીમાં એન્ટ્રી  કરાવી છે. ઘાનણીએ લખ્યું કે, ''સરદારના અસલી વારસોએ હવે ખુદ જ સિંઘમ બનવુ પડશે''''અહંકારને ઓગાળવાની લડાઈ આગળ ધપાવવા વિનંતી',''અઢારેય વર્ણ પર અત્યાચાર કરનારા જયકાંત શિકરે''





Loksabha Election 2024 Live Update: બનાસકાંઠામાં આજે પ્રિયંકા ગાંધીનો પ્રચંડ પ્રચાર 

Loksabha Election 2024 Live Update:બનાસકાંઠામાં આજે પ્રિયંકા ગાંધીનો પ્રચંડ પ્રચાર, તેઓ બનાસકાંઠા, પાટણના કૉંગ્રેસ ઉમેદવાર માટે   પ્રચાર કરશે. લાખણીમાં સવારે 11 વાગ્યે પ્રિયંકા ગાંધી જનસભાને સંબોધશે.તેઓ     


ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરશે. હેલિપેડથી સભા સ્થળ સુધી પ્રિયંકા ગાંધીનો  રોડ શો પણયોજાઇ શકે છે

Loksabha Election 2024 Live Update: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે  ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર  કરશે. છોટા ઉદેપુરના બોડેલીમાં અમિત શાહ  જનસભાને સંબોધિત કરશે તો વલસાડ લોકસભા અંતર્ગત વાંસદામાં અમિત શાહની જનસભાને ગજવશે. સંઘ પ્રદેશ દમણમાં પણ અમિત શાહ  ચૂંટણી સભા ગજવશે. 
--------------------

બ્રેકગ્રાઉન્ડ

Loksabha Election 2024 Live Update: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત મિશન પર છે. તેઓ આજે 7મીએ થનાર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પ્રચાર કરશે. તેઓ છોટા ઉદેપુરના બોડેલીમાં સભા  ગજવશે, વલસાડ લોકસભા અંતર્ગત વાંસદામાં અમિત શાહની જનસભા યોજાશે. સંઘ પ્રદેશ દમણમાં અમિત શાહ ચૂંટણી સભાને સંબોધિત કરશે.


 ત્રણ તબક્કા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની લોકસભાની બેઠકોના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે. . હાલમાં વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન શનિવારે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર ચૂંટણી યોજશે.


 આ પછી, વડા પ્રધાન હરગાંવ વિધાનસભા ક્ષેત્રમાં ધૌરહરા, સીતાપુર અને ખેરી લોકસભા બેઠકો માટે જાહેર સભા કરશે. અહીં બેઠક યોજ્યા બાદ વડાપ્રધાન સાંજે અયોધ્યા પહોંચશે. વડાપ્રધાન ત્યાં શ્રી રામલલાના દર્શન કરશે. આ પછી સુગ્રીવ કિલ્લાથી લતા મંગેશકર ચોક સુધી રોડ શો કરીને ભાજપ તરફી વોટિંગ માટે માહોલ બનાવવાનો પ્રયાસ કરશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.