UttarPradesh : ઉત્તર પ્રદેશમાં ભાજપ ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. સમાજવાદી પાર્ટીનું ફરી એકવાર સત્તામાં આવવાનું સપનું તૂટી ગયું. ભાજપ ગઠબંધનને 273 બેઠકો મળી હતી, જ્યારે સપા ગઠબંધનને 125 બેઠકો મળી હતી. કોંગ્રેસને બે અને બસપાને એક બેઠકથી સંતોષ માનવો પડ્યો.


યાદવલેન્ડની 59માંથી 44 બેઠકો ભાજપે જીતી 
આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની બેઠકો ભલે વધી હોય, પરંતુ તેના ગઢમાં જ સાયકલ ધીમી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, જો કે તેણે ભાજપના વિજય રથને ધીમો પાડી દીધો હતો. કાનપુર મંડળના ઈટાવા, ઔરૈયા, ફર્રુખાબાદ અને કન્નૌજને મુલાયમ સિંહ યાદવનો ગઢ માનવામાં આવે છે. છેલ્લી બે ચૂંટણીઓથી આ વિસ્તારમાં પણ ભાજપનો દબદબો છે. યાદવલેન્ડની 59 સીટો પર ત્રીજા તબક્કામાં મતદાન થયું હતું. આ તબક્કામાં ભાજપે 44 બેઠકો જીતી છે. જ્યારે સપાને 15 બેઠકો મળી છે.


કાનપુર મંડળમાં 27માંથી 20 ભાજપે જીતી 
ગત વખતની સરખામણીમાં આ વખતે કાનપુર મંડળની 27 બેઠકોમાંથી ભાજપને બે બેઠકો ગુમાવવી પડી છે. તેને 20 બેઠકો મળી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ 7 સીટો પર જીત મેળવી છે. જ્યારે બસપા-કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી.


જોકે ઇટાવાની જસવંતનગર સીટ પર શિવપાલ યાદવની પકડ મજબૂત  છે. સપા-પ્રસપા એકત્રીકરણની અસર એ થઈ કે ભરથાણા સીટ હવે સપાના ખાતામાં આવી ગઈ છે.જો કે ઈટાવા શહેર સીટ સપા જીતી શકી નથી.


કાનપુર શહેરમાં 10માંથી 7 સીટ ભાજપે જીતી 
કાનપુર શહેરમાં અત્યાર સુધી ભાજપ પાસે 7, સપા પાસે બે અને કોંગ્રેસ પાસે એક બેઠક હતી. પરંતુ આ વખતે ભાજપને 7 અને સપાને 3 બેઠકો મળી છે. આ સાથે જ ફારૂખાબાદની તમામ 4 સીટ, કાનપુર ગ્રામ્યની તમામ સીટ ભારતીય જનતા પાર્ટીએ કબ્જે કરી છે.