UP Election Result 2022 Live: ચૂંટણીના પરિણામો બાદ યોગી આદિત્યનાથે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા, જાણો શું કહ્યુ?

UP Election Result 2022 Live: યુપીમાં જ્યાં બીજેપી ફરી એકવાર પોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, ત્યાં સપા ગઠબંધનને આશા છે કે આ વખતે જનતા તેમને સત્તાની ખુરશી પર બેસાડશે.

gujarati.abplive.com Last Updated: 10 Mar 2022 08:35 PM
આ જીત એક-એક કાર્યકર્તાની જીત છે

લખનઉમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં યોગી આદિત્યનાથે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ, સુરક્ષા અને વિકાસના મુદ્દા પર જનતાએ જીતના આશીર્વાદ આપ્યા છે. આ જીત એક-એક કાર્યકર્તાની જીત છે. આપણે ચાર રાજ્યોમાં સરકાર બનાવવા જઇ રહ્યા છીએ.

ભાજપના તમામ નેતાઓનો આભાર માન્યો

લખનઉમાં ભાજપના કાર્યાલય પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા અને તેઓએ કાર્યકર્તાઓને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ ચાર રાજ્યોમાં પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું કે હું આ અવસર પર વડાપ્રધાન મોદી, જેપી નડ્ડા સાથે ભાજપના તમામ નેતાઓનો આભાર માનું છું.

ગોરખપુર બેઠક પરથી યોગી આગળ

ગોરખપુર શહેર બેઠક  પરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 12 હજાર વોટથી આગળ છે.

યુપીમાં વિકાસની જીત થઇ : સ્મૃતિ ઈરાની 

યુપીમાં ભાજપની જીત પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું- ભાજપે યુપીની આ ચૂંટણી વિકાસના આધારે લડી હતી. આજે વિકાસની જીત થઈ છે, ભાજપની નહીં. તેમણે કહ્યું કે મોદી અને યોગીના નેતૃત્વના કારણે જ આજે ભાજપે યુપીમાં ઈતિહાસ રચ્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ જીત સીએમ યોગી દ્વારા ગુના અને ગુનેગારો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીનું પરિણામ છે. આજે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે.

લખનૌમાં ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓ હોળી રમ્યા

ભાજપના વધુ સારા પ્રદર્શનને જોઈને પાર્ટીના કાર્યકર્તાઓ લખનૌ પાર્ટી ઓફિસમાં હોળી રમી રહ્યા છે અને સાથે 'યુપીમેં બાબા' ના નારા લગાવી રહ્યાં છે. 


 





ભાજપ 274 સીટો પર આગળ 

અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ સમાજવાદી પાર્ટી કરતા ઘણું આગળ છે. હાલમાં ભાજપ ગઠબંધન 274 સીટો પર આગળ છે.  સમાજવાદી પાર્ટી ગઠબંધન 118, બસપા અને કોંગ્રેસ 4-4 બેઠકો પર આગળ છે.

પરિવારવાદ અને જાતિવાદ સામે ભાજપની જીત : કૈલાશ વિજયવર્ગીય

ટ્રેન્ડમાં ભાજપ બહુમતથી ખૂબ આગળ છે. હાલમાં ભાજપ 265 સીટો પર આગળ છે. સમાજવાદી પાર્ટી 113, બસપા અને કોંગ્રેસ 4-4 બેઠકો પર આગળ છે. દરમિયાન, ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, ભાજપે સમગ્ર રાજ્યમાં વિકાસ કર્યો છે, તેથી જનતાએ ભાજપને ફરી પાછા લાવવાનો નિર્ણય કર્યો છે. આ જીત માટે મોદીજીનું નેતૃત્વ અને વિકાસ જવાબદાર છે. જાતિવાદ અને પરિવારવાદ સામે ભાજપની જીત થઇ છે.

લખનૌ જિલ્લાની 9 બેઠકોમાંથી ભાજપ 6 બેઠકો પર આગળ

ઉત્તરપ્રદેશના અવધ પ્રાંતમાં લખનૌ જિલ્લાની 9 બેઠકોમાંથી ભાજપ 6 બેઠકો પર આગળ છે.  રાયબરેલી પ્રાંતની 6 બેઠકોમાંથી 5 પર ભાજપ, એક પર સપા, લખીમપુર ખેરીની 8 માંથી 6 બેઠકો પર ભાજપ અને 2 પર સપા, અને આગ્રાની તમામ 9 સીટો પર ભાજપ આગળ છે.

ગોરખપુર શહેર બેઠક પર સીએમ યોગી આગળ 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર શહેર વિધાનસભા મતવિસ્તારમાં આગળ ચાલી રહ્યા છે. પ્રારંભિક વલણો મુજબ, ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે.

યોગી સરકારમાંથી રાજીનામું આપનાર ત્રણેય પૂર્વ મંત્રીઓ પાછળ 

યોગી સરકારમાંથી રાજીનામું આપનાર અને સપામાં જોડાઈ ચૂંટણી લડનાર ત્રણેય પૂર્વ મંત્રીઓ સ્વામી પ્રસાદ મૌર્ય, દારા સિંહ ચૌહાણ અને ધર્મ સિંહ સૈની તેમની બેઠક પર પાછળ છે. 

કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ પર સાધ્યું નિશાન 

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પરિણામોના ટ્રેન્ડમાં ભાજપ સતત આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીના ગઠબંધનના કથિત દિગ્ગજ નેતાઓને જનતા નકારી રહી છે. ભાજપાને બદનામ કરવા સપાના અખિલેશ યાદવ જુઠ્ઠું બોલવાનું ઓટોમેટિક મશીનના રૂપમાં કામ કર્યું હતું.  





ભાજપ 254 બેઠક પર આગળ 

ઉત્તરપ્રદેશમાં ભાજપ સતત આગળ વધી રહ્યું છે. ભાજપ 254 બેઠક પર આગળ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભામાં કુલ 403 બેઠકો છે, સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 202 બેઠકો જીતવી જરૂરી છે.  

પશ્ચિમ અને અવધમાં ભાજપ આગળ

પશ્ચિમ યુપીમાં રામપુરમાં ભાજપ 5 માંથી 3 બેઠકો  પર અને સમાજવાદી પાર્ટી બે બેઠકો પર આગળ છે. અવધમાં લખનૌની 9 બેઠકોમાંથી ભાજપ 6 પર અને સમાજવાદી પાર્ટી 3 પર આગળ છે. અવધમાં જ રાયબરેલીમાં ભાજપ 5 માંથી 4 બેઠકો પર અને સમાજવાદી પાર્ટી એક સીટો પર આગળ છે.

ભાજપ 249 બેઠક પર આગળ 

ઉત્તરપ્રદેશમાં ભાજપ સતત આગળ વધી રહ્યું છે. ભાજપ 249 બેઠક પર આગળ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભામાં કુલ 403 બેઠકો છે, સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 202 બેઠકો જીતવી જરૂરી છે.  

યુપીમાં મતગણતરીના બે કલાક પૂર્ણ ભાજપ 222 સીટો પર આગળ 

યુપીમાં મતગણતરીના બે કલાક વીતી ગયા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 222 સીટો પર અને સમાજવાદી પાર્ટી 111 સીટો પર આગળ છે. જ્યારે માયાવતીની બસપા 5 સીટો પર અને કોંગ્રેસ 4 સીટો પર આગળ છે.

કરહલ  બેઠક પર અખિલેશ આગળ


ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કરહલ વિધાનસભા સીટ પર સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ આગળ ચાલી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બસપા અને ભાજપના ઉમેદવારો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

ભાજપ 203 બેઠક પર આગળ 

ઉત્તરપ્રદેશમાં ભાજપ 203 બેઠક પર આગળ છે, જયારે સપા 100, બસપા 5 અને કોંગ્રેસ 4 બેઠક પર આગળ છે. 

કેશવ પ્રસાદ મૌર્ય આગળ

બે રાઉન્ડની મતગણતરી બાદ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય કૌશામ્બીની સિરાથુ સીટ પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પલ્લવી પટેલ કરતાં 580 સીટોથી આગળ છે.

ભાજપ અને સપા વચ્ચેનો અંતર વધ્યું 

પ્રારંભિક વલણો અનુસાર, ભાજપ હવે 165 બેઠકો પર અને સમાજવાદી પાર્ટી 65 બેઠકો પર આગળ છે. તે જ સમયે, બહુજન સમાજ પાર્ટી 5 બેઠકો પર અને કોંગ્રેસ ત્રણ બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય બે બેઠકો પર આગળ છે.

લખીમપુર ખેરીમાં ભાજપ આગળ

લખીમપુર ખેરીથી ભાજપ આગળ છે. ખેડૂતોના આંદોલન દરમિયાન થયેલી હિંસા બાદ આ સીટ ચર્ચામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા પર ખેડૂતોના આંદોલન દરમિયાન પોતાની કારથી ખેડૂતોને કચડી નાખવાનો આરોપ છે. હાલમાં આશિષ મિશ્રા જામીન પર બહાર છે, જેના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે.

પંજાબમાં આમ આદમી પાર્ટી 51  અને કોંગ્રેસ 38 સીટો પર આગળ

પંજાબમાં આમ આદમી પાર્ટીએ 51 સીટો પર લીડ બનાવી છે. બીજી તરફ કોંગ્રેસને 38 સીટો પર લીડ છે. અકાલી દળ પણ 21 સીટો પર આગળ છે.

વોટ શેરમાં અખિલેશ કરતાં માયાવતી આગળ

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, માયાવતીની બહુજન સમાજ પાર્ટી વોટ શેરના મામલે અખિલેશની સમાજવાદી પાર્ટીથી આગળ છે. મતગણતરી અનુસાર ભાજપને અત્યાર સુધીમાં 52 ટકા, બહુજન સમાજ પાર્ટીને 22.1 ટકા અને સમાજવાદી પાર્ટીને 16.3 ટકા વોટ મળ્યા છે.

ગોરખપુર શહેર બેઠક  પરથી સીએમ યોગી આગળ

પ્રારંભિક વલણો અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરની બેઠક પરથી આગળ છે. તે જ સમયે, બ્રજેશ પાઠક લખનૌ કેન્ટથી આગળ છે. એ જ રીતે આરાધના મિશ્રા રામપુર ખાસથી આગળ છે.

પૂર્વાંચલમાં ભાજપ આગળ, પશ્ચિમમાં સખત ટક્કર

પ્રારંભિક વલણોમાં પૂર્વાંચલમાં ભાજપ આગળ છે.  સમાજવાદી પાર્ટી પશ્ચિમમાં ભાજપને સખત ટક્કર આપી રહી છે. ઈવીએમની ગણતરી બાદ ભાજપની બેઠકો ઘટી રહી છે. હવે સમાજવાદી પાર્ટીની બેઠકો વધી રહી છે.

પશ્ચિમ યુપીમાં ભાજપ 25 સીટો પર આગળ

પશ્ચિમ યુપીમાં ભાજપ 25 સીટો પર આગળ છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી 10 સીટો પર આગળ છે. બસપા એક સીટ પર અને કોંગ્રેસ બે સીટ પર આગળ છે.

સપા 65 સીટો પર આગળ

લખનૌની સરોજિનીનગર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારો પાછળ ચાલી રહ્યા છે. હાલમાં, પ્રારંભિક વલણોમાં, ભાજપ 110, સમાજવાદી પાર્ટી 65, બસપા-કોંગ્રેસ ત્રણ-ત્રણ બેઠકો પર આગળ છે.

ભાજપ 100, સપા 50 સીટો પર આગળ

શરૂઆતના વલણોમાં ભાજપે સદી ફટકારી છે. હાલમાં ભાજપ 100 સીટો પર અને સમાજવાદી પાર્ટી 50 સીટો પર આગળ છે. ટ્રેન્ડમાં બહુજન સમાજ પાર્ટી ત્રણ સીટો પર અને કોંગ્રેસ બે સીટો પર આગળ છે.

માયાવતીનું BSP ખાતું ખુલ્યું

પ્રારંભિક વલણોનો આંકડો ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. યુપીમાં હવે ભાજપ 41 સીટો પર અને સમાજવાદી પાર્ટી 27 સીટો પર આગળ છે. બીજી તરફ માયાવતીની બહુજન સમાજ પાર્ટી એક સીટ પર આગળ ચાલી રહી છે.

ભાજપ 40, સપા 27 સીટો પર આગળ


લખનૌ અને પીલીભીતથી ભાજપ આગળ છે.  સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને જેલમાં બંધ આઝમ ખાન રામપુરથી આગળ છે. હાલમાં ભાજપ 40 સીટો પર અને સમાજવાદી પાર્ટી 27 સીટો પર આગળ છે.

પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે

ઉત્તરપ્રદેશની 403 બેઠકો માટે સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. ત્યાર બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં પડેલા મતોની ગણતરી કરવામાં આવશે. 


 

બ્રેકગ્રાઉન્ડ

UP Election Result 2022 Live:  : ઉત્તરપ્રદેશ ચૂંટણીના 7 તબક્કાઓ પછી, હવે પરિણામોનો વારો છે. જ્યાં બીજેપી ફરી એકવાર રાજ્યમાં પોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, ત્યારે સપા ગઠબંધનને આશા છે કે આ વખતે જનતા તેમને સત્તાની સત્તાની ખુરશી પર બેસાડશે.. આગામી કેટલાક કલાકોમાં યુપીનું લગભગ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને આ સૌથી મોટા રાજ્યની સત્તા કોના હાથમાં હશે તે જાણી શકાશે. ચૂંટણી પરિણામો સંબંધિત દરેક ક્ષણ અપડેટ્સ જાણવા માટે ABP ન્યૂઝ સાથે જોડાયેલા રહો. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.