લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017માં સરકાર બનાવવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસે હવે રાજયમાં ફરીથી બેઠા થવા કમર કસી છે. કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગંગોહ, લખનઉ કેંટ, માનિકપુર, પ્રતાપગઢ અને જૈદપુર વિધાનસભા સીટ પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ગંગોહ સીટ પરથી નૌમાન મસૂદ, લખનઉ કેંટ સીટ પરથી દિલપ્રીત સિંહ, માનિકપુર વિધાનસભા સીટ પરથી રંજના પાંડે, પ્રતાપગઢ સીટ પરથી નીરજ ત્રિપાઠી અને જૈદપુર વિધાનસભા સીટ પરથી તનુજ પુનિયાને ઉમેદવાર બનાવ્યા છે. તનુજ પુનિયા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીએમ પુનિયાના દીકરા છે. થોડા દિવસો પહેલા BSP એ પણ વિધાનસભા પેટાચૂંટણી માટે 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. અમદાવાદમાં પડતા ભૂવાનો આ રીતે ઉકેલ લાવશે કોર્પોરેશન, જાણો વિગત 15,000 કિંમતની સ્કૂટીનો ટ્રાફિક પોલીસે ફટકાર્યો 23,000 રૂપિયાનો દંડ, જાણો વિગતે ગુજરાતમાં લોન્ચ થયું હાઈસ્પીડ ઈલેક્ટ્રીક સ્કૂટર, કિંમત જાણીને ચોંકી જશો