મુંબઈઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવામાં આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે ત્યાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર શ્રીનગર અને લદ્દાખમાં ટૂંક સમયમાં જમીન ખરીદશે. ટુરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી ત્યાં શાનદાર રિસોર્ટ બનાવવામાં આવશે.

મહારાષ્ટ્રના પર્યટન મંત્રી જયકુમરા રાવલે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અમારી સરકાર શ્રીનગર પાસે રિસોર્ટ બનાવવા અને લદ્દાખ પાસે પર્વતારોહણ સંસ્થા ખોલવાની યોજના બનાવી રહી છે. આગામી 15-20 દિવસમાં એક ટીમ યોગ્ય સ્થળ શોધવા ત્યાં જશે. જેની સાથે જ કલમ 370 રદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરનારું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બની જશે.


જમ્મુ-કાશ્મીરને કલમ 370 અંતર્ગત મળતા વિશેષ અધિકારના કારણે ભારતના અન્ય રાજ્યોના નાગરિકો ત્યાં જમીન ખરીદી શકતા નહોતા. મોદી સરકારે ગત મહિને જમ્મુ અને કાશ્મીર વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરતાં રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરી દીધું હતું.

મોદીના મિત્ર ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ ભારત પ્રવાસ કર્યો રદ, જાણો શું છે કારણ

કોહલીને કાયમ ફળ્યું છે વેસ્ટ ઈન્ડિઝ, આ રહ્યા આંકડા, જાણો વિગત

હવે સરકારે IDBI બેંકને પણ આપ્યું 9000 કરોડ રૂપિયાનું પેકેજ, જાણો વિગત

શેરબજાર માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, આ કારણે 800 પોઇન્ટનો બોલ્યો કડાકો