લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બમ્પર જીત મેળવતા 300થી વધુ બેઠકો કબજે કરી છે, વળી એનડીએની સાથે આંકડો 350 સુધી પહોંચી જાય છે. આ જીતને લઇને દેશ-વિદેશથી પીએમ મોદી પર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મળેલી બમ્પર જીતને લઇને દેશભરમાંથી બીજેપી અને નરેન્દ્ર મોદીને અભિનંદન આવી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડ ગયેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ જીત માટે ખાસ ટ્વીટ કર્યુ છે. કોહલીએ ટ્વીટ કરીને પીએમ મોદીને ખાસ અભિનંદન પાઠવ્યા છે. વિરાટ કોહલીએ ટ્વીટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા લખ્યુ કે, 'નરેન્દ્ર મોદીજીને અભિનંદન, અમને વિશ્વાસ છે કે તમારા વિઝનથી ભારત વધુને વધુ ઉંચાઇઓ સુધી પહોંચવાનું છે. જય હિન્દ' નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બમ્પર જીત મેળવતા 300થી વધુ બેઠકો કબજે કરી છે, વળી એનડીએની સાથે આંકડો 350 સુધી પહોંચી જાય છે. આ જીતને લઇને દેશ-વિદેશથી પીએમ મોદી પર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.