મણિપુર વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કામાં 22 સીટો પર મતદાન, ભાજપે વોટ લેવા આતંકવાદી જુથોને પૈસા આપ્યનો જયરામ રમેશનો આરોપ

મણિપુર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 6 જિલ્લાની 22 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આજે થઈ રહેલા મતદાન માટે કેન્દ્રના અર્ધલશ્કરી દળોની 300 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

gujarati.abplive.com Last Updated: 05 Mar 2022 03:05 PM
મણિપુર વિધાનસભા ચૂંટણી 2022ઃ સાંજે 5 વાગ્યા સુધીમાં 76.04 ટકા મતદાન થયું. 

મણિપુર વિધાનસભા ચૂંટણી 2022ઃ મતદારોએ વોટીંગ કરવા માટે સવારથી ઉત્સાહ દર્શાવ્યો છે ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં 76.04 ટકા મતદાન થયું છે. 





બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલા મતદાનમાં 47.16 ટકા મતદાન નોંધાયું

બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલા મતદાનમાં 47.16 ટકા મતદાન નોંધાયું. 





મણિપુરમાં ભાજપે વોટ લેવા માટે આતંકવાદી જુથોને પૈસા આપ્યા છેઃ કોંગ્રેસ નેતા જયરામ રમેશનો આરોપ

જયરામ રમેશે જણાવ્યું હતું કે, મણિપુર સરકારે યુદ્ધવિરામ કરાર હેઠળ પ્રતિબંધીત થયેલા આતંકવાદી જુથ માટે આપેલા ભંડોળ અંગે ચૂંટણી પંચના નિર્ણયના વિરોધમાં અમે સુપ્રિમ કોર્ટમાં જઈશું. જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે, આ આદર્શ આચાર સંહિતાની વિરુદ્ધ છે અને મણિપુરમાં 11 બેઠકો પર 'ખુની ચૂંટણીઓ' થઈ છે.


મતદારો પોતાનો નંબર આવે ત્યાં સુધી લાઈનમાં શાંતિથી બેઠેલા જોવા મળ્યા
મતદાન કરવા આવેલા મતદારો પોતાનો નંબર આવે ત્યાં સુધી લાઈનમાં શાંતિથી બેઠેલા જોવા મળ્યા હતા.




સવારે 11 વાગ્યા સુધીમાં 28.19 ટકા મતદાન થયું

 


મણિપુર ચૂંટણી લાઈવઃ બીજા તબક્કાના મતદાનમાં સવારે 11 વાગ્યા સુધીમાં 28.19 ટકા મતદાન થયું. મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.




મણિપુર વિધાનસભા ચૂંટણીમાં વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની લાઈનો

 


મણિપુર વિધાનસભા ચૂંટણીઃ વહેલી સવારમાં મતદારો મતદાન કરવા માટે લાઈન લાગી ગયા હતા. જીરીબામના આ મતદાન મથમાં મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કરતા દેખાય છે.




બીજા તબક્કાના મતદાનમાં સવારે 9 વાગ્યા સુધી 11.40 ટકા મતદાન થયું
2022ની મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં આ છેલ્લા તબક્કાનું વોટીંગ થઈ રહ્યું છે. આ બીજા તબક્કાના મતદાનમાં સવારે 9 વાગ્યા સુધી 11.40 ટકા મતદાન થયું છે. 




કુલ 8,47,400 મતદારો 1,247 મતદાન મથકો પર કરી રહ્યા છે મતદાન

4,28,968 મહિલાઓ સહિત કુલ 8,47,400 મતદારો 1,247 મતદાન મથકો પર 92 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આજનું મતદાન કોંગ્રેસના ત્રણ વખતના (2002-2017) મુખ્ય પ્રધાન ઓકરામ ઇબોબી સિંહ તેમજ ભાજપના કેટલાક પ્રધાનો અને વર્તમાન ધારાસભ્યોના ભાવિનો નિર્ણય કરશે. 74 વર્ષીય ઓકરામ ઇબોબી સિંહ થૌબલ જિલ્લાની થૌબલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

Manipur Assembly Election 2022: મણિપુર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 6 જિલ્લાની 22 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આજે થઈ રહેલા મતદાન માટે કેન્દ્રના અર્ધલશ્કરી દળોની 300 થી વધુ કંપનીઓ થૌબલ, જીરીબામ, ચંદેલ, ઉખરુલ, સેનાપતિ અને તામેંગલોંગ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. થૌબલ ખીણ પ્રદેશમાં આવે છે, જ્યારે અન્ય પાંચ જિલ્લાઓ આસામ અને નાગાલેન્ડની સરહદે મ્યાનમારના પર્વતીય પ્રદેશોમાં છે જેથી સુરક્ષા દળો આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર સતર્કતાથી તૈનાત કરવામાં આવ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.