ભાજપમાંથી પહેલી બેઠક માટે વિદેશ મંત્રી એસ. જયકૃષ્ણ અને બીજી બેઠક માટે જુગલ ઠાકોરને ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે અનુક્રમે ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને મેદાનમાં ઉતાર્યાં છે. વિધાનસભામાં અત્યારે ભાજપ પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 ધારાસભ્યો છે.
આ સંખ્યાબળના પ્રોરેટા અનુસાર એક બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત નિશ્ચિત હતી. જોકે, ચૂંટણી પંચે નિયમો દર્શાવીને અલગ-અલગ મતપત્રકોથી મતદાનની પ્રક્રિયા અનુસરવાનું નક્કી કરતાં બંને બેઠકો ભાજપના ફાળે જશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ વોટિંગ અટકાવવા બાલારામ રિસોર્ટમાં પહોંચેલા કોંગ્રેસના 60થી વધુ ધારાસભ્યો શુક્રવારે સવારે સીધા જ મતદાન માટે આવી પહોંચશે. ઓગસ્ટ 2017માં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોરોએ કરેલા ક્રોસવોટિંગનો ભાંડો પત્રકારોની નજર સામે ફુટ્યો હતો.
અલ્પેશ ઠાકોર, ઠાકોર ધવલસિંહ ઝાલા અને NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા એમ ત્રણ ધારાસભ્યો કોંગ્રેસની વિરૂદ્ધમાં ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.