2019-20ના વચગાળાના બજેટમાં મહિલાઓના હિતમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ફાળવણી 20 ટકા વધારીને 29 હજાર કરોડ રૂપિયા કરાઇ હતી. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે 2500 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી. બજેટ રજૂ કરતા કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની 70 ટકા લાભાર્થી મહિલાઓ છે.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આવતીકાલે મોદી સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ
abpasmita.in
Updated at:
04 Jul 2019 10:55 PM (IST)
મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટમાં મજૂરો અને ખેડૂતો પર વિશેષ કૃપા વરસી શકે છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે પોતાનું બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણની ઓળખ એક એવા નેતા તરીકે છે જે કુશળ વક્તા છે. લક્ષ્ય બનાવીને મેદાન મારવામાં માહેર છે અને કુશળ ગૃહિણી છે. પ્રથમવાર કોઇ ગૃહિણીથી રાજનેતા બનેલી મહિલા દેશનું બજેટ રજૂ કરવા જઇ રહી છે. નિર્મલા સીતારમણે પોતાના પ્રારંભિક કરિયરમાં પ્રાઇસ વોટર હાઉસ કૂપરમાં સીનિયર મેનેજરના પદ પર કાર્ય કર્યું ત્યારબાદ તેમણે બીબીસી વર્લ્ડ સર્વિસમાં લંડનમા કામ કરવાની તક મળી. મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટમાં મજૂરો અને ખેડૂતો પર વિશેષ કૃપા વરસી શકે છે. મજૂરો અને ખેડૂતોને લઇને ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનેક મોટી જાહેરાતો કરી હતી.
2019-20ના વચગાળાના બજેટમાં મહિલાઓના હિતમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ફાળવણી 20 ટકા વધારીને 29 હજાર કરોડ રૂપિયા કરાઇ હતી. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે 2500 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી. બજેટ રજૂ કરતા કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની 70 ટકા લાભાર્થી મહિલાઓ છે.
2019-20ના વચગાળાના બજેટમાં મહિલાઓના હિતમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ફાળવણી 20 ટકા વધારીને 29 હજાર કરોડ રૂપિયા કરાઇ હતી. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે 2500 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી. બજેટ રજૂ કરતા કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની 70 ટકા લાભાર્થી મહિલાઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -