Lok sabha Election 2024 Live Update : રાજકોટમાં લેઉવા પાટીદારની વાયરલ પત્રિકા મુદ્દે મોટો ખુલાસો, આ કોંગ્રેસ નેતાનું નામ ખુલ્યુું

2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 May 2024 03:00 PM
Lok Sabha Election LIVE: દાહોદમાં ધારાસભ્ય જેઠા ભરવાડનો પ્રચંડ પ્રચાર

દાહોદમાં ધારાસભ્ય જેઠા ભરવાડનો પ્રચંડ પ્રચાર, ઉમેદવાર રાજપાલસિંહના સમર્થનમાં પ્રચાર કર્યો. જેઠાભાઇ હુંકાર કરતા કહ્યું કે, ભાજપનો વિજય નિશ્ચિત છે, વિપક્ષ પર પલટવાર કરતા કહ્યું કે,ચૂંટણીમાં દારૂ-રૂપિયાની હેરાફેરી હવામાં વાતો છે. આજે ભાજપને મત આપવા લોકો ઉત્સુક છે

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરે હરિભક્તોને શું કરી અપીલ

કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તોને અપીલ કરતો પત્ર લખ્યો છે. જેમાં હરિભક્તોને કમળનું બટન દબાવી ભાજપને મત આપવા અપીલ કરવામાં આવી છે. તેજેન્દ્રપ્રસાદ મહારાજ,કૌશલેન્દ્રપ્રસાદ અને વ્રજેન્દ્રપ્રસાદે પત્ર દ્વારા હરિભક્તોને બીજેપીને મત આપવા અપીલ કરી છે.  

23 દેશોના મુલાકાતીઓ ચૂંટણી નીહાળવા આવ્યા

મુખ્ય ચૂંટણી કમિશનર, રાજીવ કુમારે કહ્યું, તે ખૂબ જ આનંદ અને સંતોષની વાત છે કે અમારા આમંત્રણ પર, 23 દેશોના આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ, જેની સંખ્યા 75 થી વધુ છે, અમારી ચૂંટણીઓ જોવા, મુલાકાતી તરીકે જોવા માટે અહીં આવ્યા છે.  





Lok sabha Election 2024: સુરતમાં ઝડપાયેલા મૌલવીને લઈ હર્ષ સંઘવીનું સ્ફોટક નિવેદન

Lok sabha Election 2024: સુરતમાં ઝડપાયેલા મૌલવીને લઈ હર્ષ સંઘવીનું સ્ફોટક નિવેદન, કહ્યું” ભાજપના નેતાઓની હત્યાનું પાકિસ્તાનમાં ષડયંત્ર, ભાજપના નેતાઓની હત્યા કરવા પાક. સોપારી આપતુ . મૌલવીની પાકિસ્તાનના વ્યક્તિ સાથે થયેલી વાતથી ખુલાસો થયો,રાજ્યના યુવકોને દેશવિરોધી કૃત્ય કરવા મૌલવી પ્રેરિત કરતા હતા”

રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પ્રથમ વખત PM મોદી જશે અયોધ્યા

પીએમ મોદી આજે સાંજે લગભગ 7 વાગે અયોધ્યા પહોંચશે અને રામલલાના દર્શન અને પૂજા કરશે. પીએમના સ્વાગત માટે રામ મંદિરની સાથે સમગ્ર અયોધ્યા શહેરને શણગારવામાં આવી રહ્યું છે. મંદિરના દ્વારને ભવ્ય શણગારની સાથે ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે. પીએમને આવકારવા માટે કાર્યકર્તાઓ પહેલાથી જ આખા અયોધ્યા શહેરના ચોરસા પર બીજેપી અને પીએમ મોદીના ઝંડા લઈને દેખાવા લાગ્યા છે.





Lok sabha Election 2024 Live Update :પાલીતાણાના સરવૈયા ફાર્મમાં મળી ક્ષત્રિય સમાજની બેઠક

પાલીતાણાના સરવૈયા ફાર્મમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી  હતી. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ  બેઠક  યોજાઇ હતી.  મહેન્દ્રસિંહે હ્યું કે, “2019ની જેમ જ આ ચૂંટણીમાં તમામ સમાજનો સહકાર મળશે, સમાજની લાગણી દુભાય તેનાથી મને પણ દુઃખ, હવે તલવાર ઉપાડવાની જરૂર નથી,બટન બદાવી ભાજપને જીતાડવાની જરૂર છે. આગેવાનો સાથે સમાધાન માટે બેઠક મળી હતી, જો કે કૉંગ્રેસે સમાધાન ન થવા દીધુ, સરકારને સહયોગ કરવા બધા સમાજને વિનંતી, સાત ટર્મથી અમને બધા જ સમાજનો ટેકો મળી રહ્યો છે, રાષ્ટ્ર ભાવના સાથે જોડાયેલ ક્ષત્રિયોના મતો ભાજપ સાથે  હોય”

Lok sabha Election 2024 Live Update :વેરાવળમાં કૉંગ્રેસની સભામાં AAP નેતાનું ચોંકાવનારૂ નિવેદન

વેરાવળમાં કૉંગ્રેસની સભામાં AAP નેતાનું ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે. ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા પર જગમલ વાળાએ  પ્રહાર કર્યો તેમણે કહ્યું કે, ગીર સોમનાથના MLA અર્ધ સરકારી થઈ ગયા, તેમણે કહ્યું કે, વિમલ ચુડાસમાનું ભાજપ સાથે સેટ્ટિંગ છે, વિમલભાઈને ક્યાંય દેખાતા નથી.તેમણે વઘુમાં કહ્યું કે, “કૉંગ્રેસ ધારાસભ્ય જ્ઞાતિવાદ કરે છે, આપણો ઉમેદવાર હીરો છે, જેનું નામ પણ હીરો છે,અહીંનો ધારાસભ્ય હીરા જેવો છે જે આવ્યો નથી, દગો થયો એટલે અહીં આવવું પડ્યુ”

Lok sabha Election 2024 Live Update :પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયાનો પ્રચાર

પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયાનું પ્રચાર પ્રસાર કર્યાં તેજ બન્યું છે. તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન જેતપુરમાં નૃસિંહ મંદિરમાં પહોંચ્યા હતા અને વિજય માટે પ્રાર્થના કરીને આશિષ મેળવ્યાં હતા. MLA જયેશ રાદડીયા સહિત કાર્યકર્તાઓ આ અવસરે  ઉપસ્થિત હતા. મંદિરના મહંતે માંડવીયાને મંદિરનું સ્મૃતિચિહ્ન પણ ભેટ કર્યું હતું.

Lok sabha Election 2024 Live Update :અંતિમ ઘડીના પ્રચારમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ

અંતિમ ઘડીના પ્રચારમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ  તેજ થઇ છે. પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરના ભરત સુતરીયા પર શાબ્દિક પ્રહાર થઇ રહ્યાં છે. તો ભરત સુતરીયાને વિરજી ઠુમ્મરે ગણાવ્યા પોપટ, ભરત સુતરીયા BOBના ડિફોલ્ટર હોવાનો આરોપ લગાવ્યો, રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં પાટીદાર સંમેલન યોજાયું હતું.કડવા, લેઉવા પાટીદાર સમાજનું સંમેલન  યોજાયું હતું. પરશોત્તમ રૂપાલાએ જય શિવાજી, જય ભવાનીનો નારો લગાવ્યો છે.એક જગ્યાએ કહ્યું જય ભવાની, તો લોકોએ કહ્યું કૉંગ્રેસ જવાની, પાટીદાર સમાજ 100 ટકા મતદાન કરાવશે તેવો ભરત બોઘરાએ  દાવો કર્યો છે. તેમણે કહ્યું  કે, રૂપાલાજીને પાંચ લાખની લીડથી જીતાડવાના છે,

Lok sabha Election 2024 Live Update :લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનનું કાઉન્ટડાઉન

ત્રીજા તબક્કાના મતદાન માટે આજે પ્રચંડ પ્રચારનો છેલ્લો દિવસ છે. આજે સાંજે  શાંત થઈ જશે પ્રચાર પડઘમ, 7 મેએ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાશે, ગુજરાતની 25 બેઠકો માટે  મતદાન થશે.દાદરાનગર હવેલી, દીવ-દમણની એક એક બેઠક માટે મતદાન થશે,. કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, MPની 9 માટે  મતદાન યોજાશે. યુપીની 10, છત્તીસગઢની 7, બિહારની 5 બેઠકો માટે મતદાન યોજાશે

Lok sabha Election 2024 Live Update : જાણો ગુજરાત સહિત કઈ રાજ્યની કઈ બેઠક પર થશે મતદાન

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. આ તબક્કામાં બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક મોટા રાજ્યોમાં મતદાન થશે.


અગાઉ, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ માટે પણ તે જ દિવસે મતદાન થવાનું હતું, પરંતુ અહીં મતદાનને 25 મે પર નિર્ધારિત કરવામાં આવ્યું છે. તમામ સીટો પર 4 જૂને મતગણતરી થવાની છે.



  • આસામ (4 લોકસભા બેઠકો): ધુબરી, કોકરાઝાર, બરપેટા, ગૌહાટી

  • બિહાર (5 લોકસભા બેઠકો): ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા, ખાગરિયા

  • છત્તીસગઢ (7 લોકસભા બેઠકો): સુરગુજા, રાયગઢ, જાંજગીર-ચંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ, રાયપુર.

  • દાદરા અને નગર હવેલી (1 લોકસભા બેઠક): દાદરા અને નગર હવેલી

  • દમણ અને દીવ (1 લોકસભા બેઠક): દમણ અને દીવ

  • ગોવા (2 લોકસભા બેઠકો): ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા

રાજકોટમાં લેઉવા પાટીદારની વાયરલ પત્રિકા મુદ્દે મોટો ખુલાસો

રાજકોટમાં લેઉવા પાટીદારની વાયરલ પત્રિકા મુદ્દે મોટો ખુલાસો  થયો  છે. પોલીસ તપાસમાં મોટો   મોટો ખુલાસો થયો છે. વાયરલ પત્રિકા મુદ્દે પરેશ ધાનાણીનું નામ ખુલ્યુ છે. પોલીસે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની  પૂછપરછ કરી છે. આ મામલે અગાઉ ચાર શખ્સોની પોલીસ  પૂછપરછ કરી ચૂકી છે.

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha Election 2024 Live Update :લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7  મેના રોજ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કાળઝાળ ગરમી વચ્ચે મતદારોને ઘરની બહાર કાઢવું   એ ચૂંટણી પંચ માટે એક પડકાર છે. મતદાન સવારે 7 વાગ્યાની આસપાસ શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક મોટા રાજ્યોમાં મતદાન થશે. અગાઉ, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ માટે પણ તે જ દિવસે મતદાન થવાનું હતું, પરંતુ અહીં મતદાનને 25 મે પર નિર્ધારિત કરવામાં આવ્યું છે. તમામ સીટો પર 4 જૂને મતગણતરી થવાની છે.


2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે. બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.