ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે મમતા દીદી તેમને મીઠાઈ મોકલે છે. જ્યારે મમતા બેનર્જીએ પલટવાર કરતાં કહ્યું આ ચૂંટણીમાં બંગાળ તેમને જીવનભર યાદ રહે તેવી મીઠાઈ મોકલશે. એટલું જ નહીં મમતાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન માનવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
આજથી ભાજપે દીદીના ગઢમાં ગાબડા પાડવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય જનતા પાર્ટીના દિલ્હી કાર્યાલય ખાતે આજે ટીએમસીના બે ધારાસભ્યો સાથે એક સીપીએમના ધારાસભ્યએ બીજેપીમાં જોડાઈ ગયા હતા.. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના 50 કોર્પોરેટરો પણ એકસાથે બીજેપીમાં સામેલ થયા હતા. બીજેપી રાષ્ટ્રીય સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયની ઉપસ્થિતિમાં આ નેતાઓ બીજેપીમાં જોડાયા હતા.
ચાલુ વર્ષે પણ ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળશે નવરાત્રિ વેકેશન, જાણો વિગત
વર્લ્ડકપ પહેલા સાઉથ આફ્રિકાને લાગ્યો મોટો ફટકો, આ દિગ્ગજ ખેલાડી ગુમાવશે પ્રથમ મેચ, જાણો વિગત
14 કિમી ઉઘાડા પગે ચાલીને સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી સ્મૃતિ ઈરાની, જાણો કોણ હતું સાથે