લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે મિર્જાપુરના વિંધ્યવાસિની મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધી મંદિરમાં પૂજા કરતા હતા ત્યારે કેટલાક લોકોએ મંદિરની બહાર હર હર મોદીના નારા લગાવતા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


મંગળવારે પ્રિયંકા ગાંધીએ તેના પ્રવાસની શરૂઆત સીતામઢી મંદિરમાં પૂજા સાથે કરી હતી. જે બાદ તે વિંધ્યવાસિની મંદિર પહોંચ્યા હતા. જ્યાં પૂજા કર્યા બાદ મંદિરની વિઝિટર બુકમાં ‘જય માતા દી’ લખ્યું હતું. આ ઉપરાંત ખ્વાજા જનાબ ઇસ્માઇલી ચિશ્તીની દરગાહ પર ચાદર પણ ચડાવી હતી.