અમદાવાદ: લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભાજપે 19 ઉમેદવારો જાહેર કરી દીધાં છે જ્યારે કોંગ્રેસ 12 ઉમેદવારો જાહેરા કરી દીધાં છે. જોકે ગુજરાતની હાઈકોર્ટે હાર્દિક પટેલની અરજી નકારી કાઢી હતી. જેના કારણે હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે નહીં તેવી ચર્ચાઓ ચાલી રહી છે.




અગાઉ હાર્દિક પટેલે જામનગરથી ચૂંટણી લડશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટ હાર્દિકની અરજી નકારી કાઢી હતી જેના કારણે તે ચૂંટણી લડી શકે એમ નથી. જોકે તે સુપ્રિમ કોર્ટમાં અરજીને પડકારશે. હવે એવી ચર્ચાઓ ચાલી છે કે, સ્થાનિક મહિલા નેતા ભાજપ સામે ઉભા રહે તેવી શક્યતાઓ છે.



કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની જામનગરની દાવેદારી લટકી પડતાં કોંગ્રેસના આગેવાનોએ જામનગરમાં આહીર સમાજ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલમાં સભ્ય એવા મિત્તલ ગોરિયા બાબતે સહમતી સધાઈ હતી. કોંગ્રેસ ગોરિયાની પસંદગી કરે તો ભાજપના ઉમેદવાર પૂનમ માડમ સામે તેની જ પિતરાઇ બહેન મિતલ ગોરિયા ચૂંટણી લડશે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.