એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે વડાપ્રધાન મોદીને સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેને લઇને જે વાત કરવામાં આવી છે તે ભયંકર ખરાબ છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ બાબતો પુરી રીતે ધૃણાસ્પદ છે. સભ્ય સમાજમાં આ પ્રકારની વાતો ચાલતી નથી. ભલે આ મામલામાં તેમણે માફી માંગી લીધી હોય પરંતુ હું મારા મનથી તેમને ક્યારેય માફ નહી કરી શકું.
નોંધનીય છે કે ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહે એક નિવેદનમાં કહ્યું હતું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા અને રહેશે. જેના પર ભારતીય જનતા પાર્ટીની ખૂબ ટીકા થઇ હતી. વિવાદ વધતા સાધ્વી પ્રજ્ઞા સિંહે માફી માંગી લીધી હતી. અમિત શાહે પણ કહ્યુ હતું કે, આ તેમનો અંગત મત છે. પાર્ટીને તેની સાથે કાંઇ લેવાદેવા નથી. શાહે લખ્યું કે, બીજેપીની અનુશાસન સમિતિ તેમના વિરુદ્ધ એક્શન લેશે.