રોડ શો દરમિયાન મહિલાએ સની દેઓલને કરી કિસ, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2019 06:42 PM (IST)
સની દેઓલના રોડ શો દરમિયાન એક મહિલા ગાડી પર ચઢી ગઈ હતી. સની દેઓલે જાતે તે મહિલાને ગાડી પર ચઢવા માટે મદદ કરી. આ મહિલાએ સની દેઓલને કિસ કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ગુરૂદાસપુર: બોલિવૂડ અભિનેતા સની દેઓલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. સની દેઓલ ભાજપની ટિકિટ પર પંજાબની ગુરુદાસપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સની દેઓલે બટાલામાં રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ શો દરમિયાન સની દેઓલને જોવા માટે લોકોની મોટી ભીડ ઉમટી હતી. સની દેઓલના રોડ શો દરમિયાન એક મહિલા ગાડી પર ચઢી ગઈ હતી. સની દેઓલે જાતે તે મહિલાને ગાડી પર ચઢવા માટે મદદ કરી. આ મહિલાએ સની દેઓલને કિસ કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહિલાએ પહેલા સની દેઓલને ગળે લગાવ્યા હતા. બાદમાં મહિલાએ સની દેઓલને ગાલ પર કિસ કરી હતી. મહિલાની આ હરકતથી ત્યાં હાજર બધા લોકો હેરાન રહી ગયા હતા, જયારે સની દેઓલનો ચહેરો શરમથી લાલ થઇ ગયો હતો. આ મહિલાની હાલમાં સોશ્યિલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.