દયાભાભીનું યોજાયું સીમંત, જાણો ક્યાં કરાવશે ડિલિવરી, કયા મહેમાનો આપી હાજરી
30 સપ્ટેમ્બરના રોજ ચારથી સાતના સાંજી સેરેમની યોજવામાં આવી હતી. સાંજીમાં સ્ત્રીઓ સાથે મળીને ગીતો ગાતી હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીમંતની વિધિ થયા બાદ મહેમાનો માટે પવઈમાં આવેલા એક ક્લબ હાઉસમાં ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મુંબઈઃ 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'ની દયાભાભી એટલે કે દિશા વાકાણી હાલમાં પ્રેગ્નન્ટ છે અને તેને આઠમો મહિના જાય છે. હાલમાં જ દિશા વાકાણીનું સીમંત મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. પહેલાં ચર્ચા હતી કે દિશા વાકાણી અમદાવાદમાં સુવાવડ કરાવશે પરંતુ તેના સાસુએ દિશાના પેરેન્ટ્સને મનાવી લેતાં હવે દિશા વાકાણીની ડિલિવરી મુંબઈમાં જ કરવામાં આવશે. જેને લઈને સીમંત યોજવામાં આવ્યું હતું. જેમાં સગા-સંબંધીઓ અને ખાસ મિત્રોને જ બોલાવવામાં આવ્યા હતાં.
પહેલી ઓક્ટોબરના રોજ સીમંત યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' સીરિયલની એક્ટ્રેસિસ તથા જૂનો ટપુ ભવ્ય ગાંધી અને નવો ટપુ રાજ અનડકટે આ પ્રસંગમાં હાજરી આપી હતી. આ તસવીરો ઈસ્ટાગ્રામ પર મુકવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -