મુંબઈ:  એક્ટ્રેસ કાજોલ અને અભિનેતા શાહરૂખ ખાનની જોડી બોલીવૂડની સુપરહિટ જોડીઓમાં સામેલ છે. આ બન્નેની પ્રથમ ફિલ્મ 'બાઝીગર'ને રિલીઝ થઈ હતી તેને આજે 26 વર્ષ પૂર્ણ થયા છે. 1993માં રિલીઝ થયેલી 'બાઝીગર' તે સમયે સુપરહિટ થઈ હતી.


બાઝીગરમાં શાહરૂખ ખાન વિલનના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ સાથે કાજોલ અને શિલ્પા શેટ્ટી પણ હતી. આ ફિલ્મના ગીત પણ સુપરહિટ રહ્યા હતા. આ ફિલ્મે મંગળવારે પોતાના 26 વર્ષ પૂર્ણ કરી લીધી છે અને એને સેલિબ્રેટ કરવા માટે કાજોલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.

બાઝીગર પહેલી સુપરહિટ ફિલ્મ છે જેમાં શાહરૂખ અને કાજોલે પહેલીવાર એક-બીજા સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીએ પોતાનું ડેબ્યૂ કર્યું હતું.