મેચમાં આઉટ થઇ જતાં બેટ્સમેને એમ્પાયરની સામે કરી અશ્લીલ હરકત, ને પછી........
abpasmita.in | 12 Nov 2019 11:38 AM (IST)
આઇસીસીએ બેયરર્સ્ટોને બોર્ડની આચાર સંહિતાના નિયમના લેવલ -1નુ ઉલ્લંઘન કરવાના દોષમાં એક નેગેટિવ પૉઇન્ટ પણ આપ્યો છે
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ક્રિકેટર દ્વારા વધુ એકવાર અશ્લીલ હરકતો કરવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી20 સીરીઝમાં, ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જૉની બેયરર્સ્ટોની એક ભૂલ કેમેરામાં કેદ થઇ ગઇ છે. ઇંગ્લેન્ડની બેટિંગ ચાલી રહી હતી, ત્યારે સાતમી ઓવરમાં જૉની બેયરર્સ્ટો બેટિંગ કરી રહ્યો હતો. ન્યૂઝીલેન્ડના બૉલર જીમી નિશામે એક બૉલ ફેંક્યો અને જૉની બેયરર્સ્ટો આઉટ થઇ ગયો હતો. 47 રનના સ્કૉરે આઉટ થયેલો બેયરર્સ્ટો ગિન્નાયો અને મેદાન પર એમ્પાયરની સામે ગાળો આપવા લાગ્યો હતો, બેયરર્સ્ટોના આ અપશબ્દો સ્ટમ્પ કેમેરામાં કેદ થઇ ગયા હતા. બેયરર્સ્ટોની આ હરકતથી આઇસીસીએ તને ફટકાર લગાવી હતી. જોકે, બેયરર્સ્ટોએ પોતાની ભૂલ સ્વીકારી લેતા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આઇસીસીએ બેયરર્સ્ટોને બોર્ડની આચાર સંહિતાના નિયમના લેવલ -1નુ ઉલ્લંઘન કરવાના દોષમાં એક નેગેટિવ પૉઇન્ટ પણ આપ્યો છે.