નવી દિલ્હીઃ બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જૂનો છે. બોલિવૂડ એક્ટ્રેસના ક્રિકેટ ખેલાડીઓ સાથે અફેર્સના સમાચાર અવારનવાર સામે આવતા રહ્યા છે. જોકે આ અફેરની વચ્ચે એવી ઘણીય એક્ટ્રેસ છે જેણે એક કરતાં વધારે ક્રિકેટ ખેલાડીઓ સાથે અફેર હતા. દીપિકા પાદુકોણ, તમન્ના ભાટિયા, અનુષ્કા શર્મા અને રિયા સેન એવી એક્ટ્રેસ છે જેમના એક કરતાં વધારે ક્રિકેટર્સ સાથે અફેર હતા. આવો જાણીએ આ એક્ટ્રેસ ક્યા ક્યા ક્રિકેટર્સને ડેટ કરી ચૂકી છે.

દીપિકા પાદુકોણ - યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની



રણવીર સાથે લગ્ન પહેલા દીપિકા પાદુકોણ તેના લિંકઅપ અને બ્રેકઅપને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. એક સમયે તે મહેન્દ્ર ધોનીને ડેટ કરી હતી. 2007માં બન્ને વચ્ચે અફેર હોવાની ચર્ચા હતી અને ખુદ ધોનીએ પણ જાહેરમાં દીપિકાનો મોટો ફેન હોવાનું કહ્યું હતું. જોકે આ સંબંધ લાંબા ટક્યા ન હતા અને તેમનું બ્રેક અપ થઈ ગયું હતું. બાદમાં દીપિકાનું નામ યુવરાજ સાથે જોડવામાં આવ્યું. બન્ને અનેક કાર્યક્રમમાં એક બીજા સાથે જોવા મળ્યા હતા. જોકે બાદમાં બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું અને યુવરાજે એક્ટ્રેસ હેડલ કીચ સાથે લગ્ન કરી લીધા હતા.

અનુષ્કા શર્મા- વિરાટ કોહલી અને સુરેશ રૈના



અનુષ્કમા શર્મા અને વિરાટ કોહલી હાલમાં હોટેસ્ટ કપલ તરીકે ઓળખાય છે. ટૂંકમાં સમયમા જ બન્ને માતા પિતા બનવાના છે. જોકે વિરાટ કોહલી સાથે લગ્ન પહેલા અનુષ્કાનું નામ અને એક્ટર સાથે જોડાયું હતું. જોકે વિરાટ પહેલા અનુષ્કાનું નામ માત્ર એક્ટર જ નહીં પણ ક્રિકેટર સુરેશ રૈના સાથે પણ જોડાયું હતું. વર્ષ 2012માં અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ક્રિકેટર સુરેશ રૈનાને અનુષ્કા શર્મા ડેટ કરી રહી છે. બન્નેની પહેલી મુલાકાત લંડનમાં થઈ હતી જ્યાં અનુષ્કા પોતાની ફિલ્મના શૂટિંગ માટે પહોંચી હતી અને રૈના ક્રિકેટ સીરિઝ માટે. જોકે બન્નેમાંથી કોઈએ ક્યારે પોતાના અફેરની ન તો પુષ્ટિ કરી ન તો વાતને ફગાવી દીધી.

રિયા સેન- યુવરાજ સિંહ અને શ્રીસંત



લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલ રિયા સેનનું નામ એક સમયે મેચ ફિક્સિંગને લઈને વિવાદમાં આવેલ શ્રીસંત સાથે જોડાયું હતું. બન્ને વચ્ચે સીક્રેટ અફેર હોવાની ચર્ચા ચાલી હતી. બન્ને એક બીજા સાથે અનેક જગ્યાએ જોવા મળ્યા હતા. જોકે બન્ને વચ્ચે આ અફેર લાંબો સમય સુધી ટક્યા ન હતા. બાદમાં રિયા સેનનું નામ ધુરંધર બેટ્સમેન યુવરાજ સિંહ સાથે જોડાયું હતું. આ સંબંધ પણ ટૂંકા ગાળામાં તૂટી ગયા હોવાનું સામે આવ્યું હતું.

તમન્ના ભાટિયા- વિરાટ કોહલી અને અબ્દુલ રઝાક



સાઉથની આ હોટ એક્ટ્રેસ પણ ક્રિકેટરના પ્રેમમાં પડી હતી. 2012માં વિરાટ કોહલી અને તમન્ના ભાટિયાના અફેરની ચર્ચા હતી. બન્નેએ એક એડ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ તેમના અફેરની ચર્ચા ચાલી હતી. જોકે તેમણે આ સંબંધને ક્યારેય જાહેરમાં સ્વીકાર્યો ન હતો. કહેવાય છે કે, થોડા સમય સુધી ડેટ કર્યા બાદ તેઓ અલગ થઈ ગયા હતા. બાદમાં સમાચાર આવ્યા હતા કે તમન્ના ભાટિયા પાકિસ્તાન ક્રિકેટર સાથે લગ્ન કરવાની છે. સોશિયલ મીડિયા પર તમન્ના અને અબ્દુલની એક તસવીર વાયરલ થઈ રહી જેમાં બન્ને એક જ્વેલરી શોમાં જ્વેલરી લેતા જોવા મળ્યા હતા. જોકે આ તસવીર એક ઉદ્ઘાટન સમારોહની હતી જ્યાં બન્ને ઉદ્ઘાટન કરવા પહોંચ્યા. હતા. બાદમાં રઝાકે તમન્નાની સાથે પોતાના અફેરની વાતને ફગાવી દીધી હતી.