મહિલાનું કહેવું એ છે કે અનુરાધા એ એટલા માટે કર્યું કે કારણ કે તેઓ પોતાનાં વ્યસ્ત શેડયુલ અને કારકિર્દીમાં ચાલી રહેલાં સતત ગ્રોથનાં કારણે કરમાલાનું પાલન પોષણ કરી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે પદ્મશ્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સમ્માનિત અનુરાધા પૌંડાવાલના લગ્ન અરુણ પોંડવાલ સાથે થયા હતા. 1952માં જન્મેલા અનુરાધાની ઉંમર 67 વર્ષની છે.
કરમલાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, “મારા પિતા પંચન 4-5 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે મને મારી અસલી માતા વિશે કહ્યું જે ખરેખર અનુરાધા પૌડવાલ છે.
મને કહેવામાં આવ્યું કે હું ફક્ત 4વર્ષની હતી. મારી માતાએ મને મારા વર્તમાન માતાપિતાને સોંપી હતી. કરમલા કહે છે કે તેના પિતા સેનામાં હતા અને તે અનુરાધાના સારા મિત્ર હતા. તે દિવસોમાં તેમની પોસ્ટિંગ મહારાષ્ટ્રમાં હતી અને બાદમાં તેમની બદલી કેરળમાં થઈ હતી.