અમદાવાદ: ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના પ્રજાજનોને હજુ સાત દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડશે. આ દરમિયાન ગુજરાતમાં ઠંડા પવનના સૂસવાટા અને જોર ચાલુ રહેશે એવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર લગભગ યથાવત્ રહેશે.
ઠંડીના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું છે. જોકે, હજુ કોલ્ડવેવ યથાવત છે. બે દિવસથી સાબરમતી રિવરફ્રર્ન્ટ પર વહેલી સવારે ઘુમ્મસ જોવા મળી રહ્યું છે. અન્ય શહેરોમાં પણ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.
આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે આ આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભુજમાં નલિયા કરતા પણ વધારે ઠંડી હતી. ભુજનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી અને નલિયામાં 8 ડિગ્રી તાપમાન હતું. અમદાવાદમાં 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
વર્ષની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીત લહેર ફરી વળી છે. રાજ્યના સાત શહેરો એવા છે, જ્યાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડ્યો હતો. આ શહેરોમાં ભુજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતમાં થયેલા હિમવરષાના કારણે રાજ્યમાં ઠંડી હજુ આકરી બનશે તેવી હવામાન વિભાગની આગાહી છે.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી, ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો
abpasmita.in
Updated at:
03 Jan 2020 09:14 AM (IST)
ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના પ્રજાજનોને હજુ સાત દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -