Pamela, a love story: પામેલા એન્ડરસન હોલીવુડ ઈન્ડસ્ટ્રીની એવી ચમકતી સ્ટાર છે. જેની ચમક અનેક સ્તરોમાં છુપાયેલી છે. પામેલાની લવ સ્ટોરી ફિલ્મી સ્ટોરી કરતાં વધુ જટિલ છે.  તમે જેટલું જાણશો તેટલું જ તમને આશ્ચર્ય થશે. દુનિયા પામેલાને પ્લેબોય મોડલથી લઈને સેક્સ સિમ્બોલના નામથી જાણે છે.


પામેલા એન્ડરસનનું જીવન પડદા પર જોવા મળશે


પામેલા એન્ડરસનના જીવન પર હવે એક ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે, જેનું નામ છે 'પામેલા, અ લવ સ્ટોરી'. પામેલા એન્ડરસનના વિવાદાસ્પદ જીવનને કારણે આ ડોક્યુમેન્ટ્રી રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. પહેલું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ડોક્યુમેન્ટ્રીમાં 55 વર્ષીય કેનેડિયન-અમેરિકન અભિનેત્રીની લીક થયેલી સેક્સ ટેપમાંથી તેની લવ સ્ટોરીના દરેક પાસાને નજીકથી જાણવાની તક મળશે. આવો, તો ચાલો તમને પામેલા એન્ડરસનના જીવનનો પરિચય કરાવીએ.


પામેલા 5 વખત દુલ્હન બની


પામેલા એન્ડરસન એક અભિનેત્રી, મોડલ અને એક્ટિવિસ્ટ છે. પામેલા એન્ડરસને બેવોચ અને હોમ ઈમ્પ્રૂવમેન્ટથી અભિનેત્રી તરીકે લોકપ્રિયતા મળી હતી. પામેલા એન્ડરસન ટીવી બોમ્બશેલ તરીકે પણ ઓળખાય છે. તેણે પાંચ લગ્ન કર્યા છે. પામેલા પ્લાસ્ટિક સર્જરી કરાવવાને કારણે પણ ચર્ચામાં રહી હતી. 1991માં પામેલા એન્ડરસનની કરિયરની શરૂઆતથી લઈને અત્યાર સુધી તેનો આખો લુક બદલાઈ ગયો છે. ચહેરાથી લઈને શરીર સુધી અભિનેત્રીના પરિવર્તને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.


સર્જરી દ્વારા બ્રેસ્ટની સાઇઝ અનેક વાર બદલી


પામેલા એન્ડરસનને 1991માં મોટો બ્રેક મળ્યો જ્યારે તેને હોમ ઈમ્પ્રૂવમેન્ટમાં કાસ્ટ કરવામાં આવી. આ સિવાય એક ઉભરતી સ્ટાર બેવોચમાં કામ કરીને રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઇ. પામેલા એન્ડરસન હજુ પણ બેવોચ માટે જાણીતી છે. સ્વિમસૂટમાં સતત તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરવાના કારણે તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. અભિનેત્રીના મોટા બ્રેસ્ટએ વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. બાદમાં પામેલાના મોટા બ્રેસ્ટનું રહસ્ય ખુલ્યું હતું કે તેણે બ્રેસ્ટ સર્જરી કરીને પોતાના બ્રેસ્ટની સાઈઝ વધારી દીધી છે.


સેક્સ ટેપની ચોરી થઈ


પામેલા એન્ડરસનનું કરિયર ધૂમ મચાવી રહ્યું હતું. પરંતુ તેની સાથે જ તેણે પોતાના અંગત જીવન અને રિલેશનશિપ સ્ટેટસ માટે પણ હેડલાઇન્સ બનાવવાનું શરૂ કર્યું. વર્ષ 1994માં, તેણીએ બ્રેટ માઇકલ્સને ડેટ કરી. બીજા વર્ષે 1995માં પામેલાએ ડ્રમર ટોમી લી સાથે લગ્ન કર્યા. આશ્ચર્યની વાત એ છે કે પામેલાને મળ્યાના 4 દિવસમાં જ લગ્ન કરી લીધા. પામેલાના પહેલા લગ્ન ચર્ચામાં રહ્યા હતા. બંનેના રોમાંસની આજે પણ ચર્ચા છે.  કારણ કે બંનેએ તેમના હનીમૂન પર એક સેક્સ ટેપ બનાવી હતી. જે કોઈએ ચોરી કરીને લીક કરી દીધી હતી.ત્યારબાદ વર્ષ 1998માં પામેલા અને તેના પતિ ટોમી લી અલગ થઈ ગયા. પતિથી અલગ થયાના એક વર્ષ બાદ પામેલાએ તેના બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટને દૂર કરવાનો નિર્ણય કર્યો. તે ફરીથી તેના નેચરલ લુકમાં આવી. પામેલાના બ્રેસ્ટની બદલાયેલી સાઈઝ જોઈને દુનિયાભરના લોકો દંગ રહી ગયા હતા.


ત્રીજી વાર કરાવી બ્રેસ્ટ સર્જરી 


પામેલાએ વર્ષ 1997માં પોતાનું કેલેન્ડર પણ લોન્ચ કર્યું હતું. જેમાં દર મહિને તેની સેક્સી તસવીરો રજૂ આવતી હતી. તે જ સમયે વર્ષ 2000 સુધીમાં પામેલાએ ઘણી ફિલ્મો અને શો કર્યા હતા. તે ઘણા મેગેઝીન કવર પર રજૂ કરવામાં આવી હતી. પામેલા તેના પ્રથમ લગ્ન તૂટ્યા બાદ હોલીવુડની મોટી સ્ટાર બની ગઈ હતી. પરંતુ પામેલાની બ્રેસ્ટ સર્જરી કરાવવાની પ્રક્રિયા હજુ અટકી ન હતી. તેણે ત્રીજી વખત બ્રેસ્ટ સર્જરી કરાવી. બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યા બાદ તેણીએ ફરીથી પોતાના સિગ્નેચર બિગ બ્રેસ્ટ લુકમાં પરત ફરીને ચાહકોને ચોંકાવી દીધા હતા.


બીજા લગ્ન ચાર મહિનામાં તૂટી ગયા


2006માં પામેલાએ ગાયક કિડ રોક સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના ચાર મહિના બાદ જ બંનેએ એકબીજાને છૂટાછેડા આપી દીધા હતા. બીજા જ વર્ષે 2007માં પામેલાએ રિક સલોમોન સાથે ત્રીજી વખત લગ્ન કર્યા. પરંતુ અભિનેત્રીના ત્રીજા લગ્ન પણ ટકી શક્યા નહીં અને લગ્ન પછી જ બંને અલગ થઈ ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે રિક સલોમોન સાથે છૂટાછેડા લીધા પછી પામેલાએ વર્ષ 2014માં તેની સાથે ફરીથી લગ્ન કર્યા અને પછી 2015માં બીજી વખત તેને છૂટાછેડા આપી દીધા.


74 વર્ષના પુરુષ સાથે ચોથા લગ્ન


પામેલાએ 52 વર્ષની ઉંમરે 74 વર્ષના જોન પીટર્સ સાથે ચોથી વાર ફરીથી લગ્ન કર્યા. તેમના લગ્ન ભવ્ય રીતે થયા હતા. પામેલા અને જોન પીટર્સનાં લગ્ન માત્ર 12 દિવસ ચાલ્યાં. આ પછી વર્ષ 2020 માં પામેલાએ ક્રિસમસના અવસર પર તેના બોડીગાર્ડ ડેન હેહર્સ્ટ સાથે લગ્ન કર્યા. ડેન હેહર્સ્ટ પામેલાનો પાંચમો પતિ હતો. પરંતુ અભિનેત્રીના આ લગ્ન પણ ટકી શક્યા નહીં. પામેલા અને ડેન હેહર્સ્ટ લગ્નના બે વર્ષ પછી જાન્યુઆરી 2022માં અલગ થઈ ગયા. તમને જણાવી દઈએ કે પામેલા ભારતીય રિયાલિટી શો બિગ બોસમાં પણ જોવા મળી છે. તેણે આ શો માટે મોટી રકમ ચાર્જ કરી હતી.