મુંબઈ: બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જબરજસ્ત ઓપનિંગ મેળી છે. ફિલ્મને દર્શકો તરફથી શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મે શાહિદ કપૂરની અત્યાર સુધીની તમામ ફિલ્મોનો ઓપનિંગ રેકોર્ડ તોડી દીધો છે. ફિલ્મે પ્રથમ દિવસે જ ધણા રેકોર્ડ બનાવ્યા છે.


'કબીર સિંહ' શાહિદ કપૂરની અત્યાર સુધીની સૌથી મોટી સોલો ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે પ્રથમ દિવસે 20.21 કરોડની કમાણી કરી છે. આ પહેલા શાહિદ કપૂરની સૌથી સોલો ઓપનિંગ ફિલ્મ 'શાનદાર' હતી. આ ફિલ્મે પ્રથમ દિવસે 13.10 કરોડની કમાણી કરી હતી.


આ ફિલ્મના નામે બીજો રેકોર્ડ એ નોંધાયા છે કે શાહિદ કપૂરની મલ્ટી સ્ટારર ફિલ્મોમાં સૌથી વધારે ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા સંજય લીલા ભણશાળીની 'પદ્માવત'ને થિયેટરમાં આશરે 19 કરોડ રૂપિયાની ઓપનિંગ મળી હતી.


શાહિદ કપૂરની કબીર સિંહ વર્ષ 2019ની ચોથી સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. ભારત 42.30 કરોડ, કલંક 21.60 કરોડ અને કેસરી 21.06 કરોડ ઓપનિંગ મેળવવામાં સફળ રહી હતી. આ ફિલ્મો બાદ શાહિદની કબીર સિંહ ચોથા સ્થાને આવી ગઈ છે.

સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી 'કબીર સિંહ' કિયારા અડવાણીના કરિયરની બીજી સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા ફિલ્મ 'એમએસ ધોની: ધ અનટોલ્ટ સ્ટોરી'ને બોક્સ ઓફિસ પર 21.30 કરોડની ઓપનિંગ મળી હતી.


કબીર સિંહ આ વર્ષે નોન હોલીડે પર રિલીઝ થનારી ફિલ્મોમાં પ્રથમ દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ અજય દેવગનની ફિલ્મ 'ટોટલ ધમાલ'ના નામ પર હતો. આ ફિલ્મે 16.50 કરોડની કમાણી કરી હતી.