World Cup: ભારતના સપોર્ટમાં ટ્વીટ કરીને ફસાયો આ પાકિસ્તાની ખેલાડી, કરવું પડ્યું ડિલીટ
abpasmita.in | 22 Jun 2019 01:47 PM (IST)
મેચ વિશે ભારતીય ફેન્સને સોશિયલ મીડિયા પર ખૂબ ઉજવણી કરી અને હસન અલી પણ તેમાં સામલે થયો.
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં મળેલ હાર બાદ કેપ્ટન સરફરાઝ ખાનની સાથે સાથે ફાસ્ટ બોલર હસન અલીની પણ ખૂબ ટીકા થઈ છે. માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ પર રમાયેલ મેચમાં ભારતે ડકવર્થ-લુઈસના આધાર પર પાકિસ્તાનને 89 રને હાર આપી હતી. હસને મેચમાં નવ ઓવરમાં 84 રન આપ્યા હતા અને શોએપ અખ્તર સહિત અનેક લોકોએ તેની ટીકા કરી હતી. મેચ વિશે ભારતીય ફેન્સને સોશિયલ મીડિયા પર ખૂબ ઉજવણી કરી અને હસન અલી પણ તેમાં સામલે થયો. એક પત્રકારે ટ્વિટ કર્યું કે, ‘ભારતીય ટીમને જીત માટે શુભકામનાઓ. તેમણે અમને એક ભારતીયના રૂપમાં ગર્વ કરવા તેમજ ઉજવણી કરવાની તક આપી. ભારત હવે વિશ્વ કપ જીતો.’ હસને તેનો જવાબ આપતા કહ્યું કે, ‘થશે તમારી દુઆ પુરી… અભિનંદન.’ તે પછી 24 વર્ષના આ બોલરની ભારે ટીકા થઈ, જે કારણે તેણે ટ્વિટ ડિલીટ કરી દીધી. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં હાર્યા પછીથી પાકિસ્તાનની ટીમ અને તેમની ફેમિલીને સોશયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.