મુંબઈ: બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાનની પત્ની કિરણ રાવના મુબઈમાં બાંદ્રા સ્થિત ઘરમાં 53 લાખ રૂપિયાની થયેલી ઘરેણાની ચોરીની તપાસ ખાર પોલાસ કરી રહી છે. કિરણના એક સંબંધીની ફરિયાદ પરથી પોલીસે ભારતીય દંડ સંહિતા આપીસી 453 મુજબ ફરિયાદ દાખલ કરી છે.


ઉલ્લેખનિય છે કે કિરણ રાવ પતિ આમિર ખાન સાથે કાર્ટર રોડ સ્થિત એપાર્ટમેંટમાં રહે છે.

ફરિયાદ મુજબ કિરણને ગયા સપ્તાહે ખબર પડી કે તેના બેડરૂમમાંથી એક અંગુઠી અને હિરાનો નેકલેસ ગાયબ થયા છે. ત્યારબાદ તેના સંબંધીઓ તરફથી ખાર પોલાસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી, જે તેમના ક્ષેત્રમાં તેમનું ઘર આવે છે.

ખાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ મામલે ટીપ્પણી કરવાની મનાઈ કરી હતી, પરંતુ એક તપાસ કર્તા અધિકારીએ નામ ન આપવાની શરતે આ મામલે જણાવ્યું હતું.

સુત્રો અનુસાર પોલીસને ઘરકામ કરનારી સહાયીકાઓ પર શક છે. જેના કારણે છેલ્લા પાંચ દિવસથી ત્રણની પૂછપરછ કરવામાં આવી રહી છે. દરરોજ સવારે તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે અને સાંજે પરત મોકલી આપવામાં આવે છે. સમગ્ર દિવસ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવે છે.