✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

SANJU ફિલ્મમાં દેખાશે ‘સંજય દત્ત’ની જિંદગીની આ 7 સાંભળેલી ઘટનાઓ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jun 2018 09:45 AM (IST)
1

ફિલ્મમાં સંજય દત્તનો દિલફેંક અવતાર બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ખુલાસો થયો છે કે, એક સમયે તે 350થી વધુ મહિલાઓ સાથે સંબંધ બાંધી ચૂક્યો હતો. આવામાં સોનમ કપૂરને આ ફિલ્મમાં આ બધી ગર્લફ્રેન્ડનો એક કલેક્ટિવ રૉલ આપવામાં આવ્યો છે, જેમાં કેટલીય ઘટનાઓને એક જ પત્રમાં આવરી લેવામાં આવી છે.

2

આ તસવીર જે સમયની છે જ્યારે સંજય પોતાની ડ્રગ્સની લતને છોડીને પરત ભારતમાં આવે છે અને પોતાના કેરિયર પર કામ શરૂ કરે છે. સંજયે આના પર વાત કરતાં કહ્યું હતું કે, ''હું એ જગ્યાએથી પાછો આવ્યો હતો જ્યાં ગયા પછી પરત ફરવાની આશા બહુ ઓછી હોય છે, પણ મે નક્કી કરી લીધુ હતુ કે હુ બધાને ખોટા સાબિત કરી દઇશ''. ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત બૉલીવુડનો એવો પહેલો એક્ટર છે જેને પોતાના ઘરમાં જ જીમ ખોલી દીધુ હતું.

3

આ તસવીરમાં સંજયની સાથે તેનો ખાસ મિત્ર પરેશને બતાવવામાં આવ્યો છે. સંજુને દરેક તબક્કે હિંમત આપીને ઉભો કરવા પાછળ આ મિત્રની ભુમિક ખાસ છે. જોકે આ ક્યારેય પણ કેમેરાની સામે નથી આવ્યો, પણ સંજયની જિંદગીમાં તેની ખાસ ભૂમિકા છે.

4

ફિલ્મમાં તેના પિતા સુનિલ દત્તને બતાવવામાં આવ્યા છે. તેની મા નરગીસના મોત બાદ પિતા સુનીલ દત્ત કઇ રીતે પોતાના પુત્ર સાથે ઉભા રહ્યાં અને તેને સપોર્ટ કર્યો. એકવાર એક શૉમાં સુનિલ દત્તે તેના પુત્ર વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'તે એક સારા દિલ વાળો માણસ છે અને અંદરથી બહુજ મજબૂત છે, તે જે વિચારે છે તે કરીને બતાવે છે. ત્યારે તે ડ્રગ્સ એડિક્ટ હતો ત્યારે તેને કહ્યું હતુ કે મને અહીંથી બહાર કાઢો, ત્યારે અમે તેને અમેરિકા લઇ ગયા અને રિહાબ સેન્ટરમાં ભરતી કરાવ્યો હતો.'

5

ફિલ્મના આ સીનમાં સંજય દત્તની જિંદગીની સૌથી ખરાબ સમય બતાવવામાં આવ્યો છે. જેમાં તેને આતંકવાદના આરોપમાં જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સંજયને પણ આતંકવાદીઓની જેમ ટ્રીટ કરવામાં આવ્યો. આતંકવાદીનો આરોપ ઝીલી રહેલા કેદીઓની આ રીતે તલાસી લેવામાં આવતી હોય છે. એક લેવિશ લાઇફ જીવવા વાળો સંજય દત્ત કેવી રીતે પોલીસવાળાના હાથે થપ્પડ સુધી ખાય છે અને કઇ રીતે બંધ કોટડીમાં કઇ રીતે પોતાનો સમય ગુજારે છે, તે પણ બતાવવામાં આવ્યું છે.

6

આ સંજય દત્તની જિંદગી એ સમય બતાવે છે કે, જેમાં તે સતત ફ્લૉપ ફિલ્મો બાદ તેને ફરીથી જેલ જવું પડ્યું હતું અને બધાને એવું લાગતું હતું કે હવે તેની કેરિયર ખતમ થઇ ગઇ. પણ સંજયે બધાને ખોટા સાબિત કરી દીધા અને તેને ફરી એકવાર ફિલ્મ 'મુન્નાભાઇ MBBS' થી જબરદસ્ત વાપસી કરી.

7

આ તસવીરેમાં તમને સંજય દત્ત એટલે રણબીર કપૂરની સાથે તેની પત્ની માન્યતા એટલે કે દિયા મિર્ઝા દેખાઇ રહી છે. આ આજનો સંજય દત્ત છે. હિરાનીએ આમાં એ ઘટના બતાવવાની કોશિશ કરી છે જેમાં તે ઓટોબાયગ્રાફરને પોતાની જિંદગીના દરેક નાના કિસ્સા વિશે વાત કરી રહ્યો ચે. ટ્રેલરના આ સીનમાં ઓટોબાયગ્રાફર (અનુષ્કા શર્મા) તેને તેની સેક્સ લાઇફ વિશે પુછે છે તે કહે છે કે તેને 300 થી વધુ મહિલાઓ સાથે સેક્સ કર્યુ છે.

8

નવી દિલ્હીઃ રાજકુમારા હિરાનીની મચ એવેટેડ ફિલ્મ 'સંજુ'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં સંજય દત્તની જિંદગીથી જોડાયેલી કેટલીક એવી ઘટનાઓ વિશે વાત કરવામાં આવી છે જેના વિશે પહેલા ક્યારેય પણ વાત નથી કરવામાં આવી. ફિલ્મમાં કેટલાક એવી પહેલુંઓ બતાવવામાં આવી છે જેમાં 7 ઘટનાઓ અહીં બતાવવામાં આવી છે.

  • હોમ
  • મનોરંજન
  • SANJU ફિલ્મમાં દેખાશે ‘સંજય દત્ત’ની જિંદગીની આ 7 સાંભળેલી ઘટનાઓ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.