રિલાયન્સ Jioએ લોન્ચ કરી હોલિડે હંગામા ઓફર, 299 રૂપિયામાં મળશે 299વાળો પ્લાન
આ ઓફર અંતર્ગત 1.5 જીબી ડેટા રોજ મળશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોની 399 રૂપિયાની ઑફર ત્રણ મહિના માટે હોય છે. આવામાં જો રૂ. 100નું ડિસ્કાઉન્ટ ઘટાડી દઈએ તો રૂ. 299 જ રહે છે. આ હિસાબે માસિક ખર્ચ આપશો તો એક પ્રીપેડ યુઝરને મહિને રૂ. 100 જ ખર્ચ કરવા પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીની આ ઑફર મર્યાદિત સમય માટે જ એટલે કે 15 જૂન, 2018 સુધી જ તેનો લાભ લઈ શકો છો. કંપનીએ હોલિડે સિઝનમાં તેને લૉન્ચ કરી છે અને તેથી આ ઑફરને ‘હોલિડે હંગામા’ નામ આપવામાં આવ્યું છે.
જિઓનો 399 રૂપિયાનો પ્લાન 100 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ બાદ રૂ. 299માં ઉપલબ્ધ છે. કંપની તરફથી આપવામાં આવતા 100 રૂપિયાના આ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટમાં બે મુખ્ય કમ્પોનેન્ટનો સમાવેશ થાય છે. જે પ્રીપેડ યુઝર્સ જિઓ એપ દ્વારા રિચાર્જ કરશે તેમને 50 રૂપિયાનું કેશબેક વાઉચર મળશે. જિઓ એપ પર ફોન પૅ દ્વારા જો તમે પેમેન્ટ કરશો તો તમને 50 રૂપિયાનું કેશબેક મળશે.
કંપનીની આ ઑફર 1 જૂનથી 15 જૂન, 2018 સુધી રહેશે. સપ્ટેમ્બર, 2016માં પોતાના લૉન્ચિંગ બાદથી જ અલગ અલગ ઑફર્સથી ટેલિકૉમ માર્કેટમાં ધૂમ મચાવી દેનારી જિઓની આ ઓફર ફરી એક વાર હરીફાઈ વધારી શકે છે અને અન્ય કંપનીઓ પ્રાઇવ વૉરના દબાણમાં આવી શકે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ એક વખત ફરી ટેલીકોમ માર્કેટમાં ધૂમ મચાવવા નવો પ્લાન રજૂ કર્યો છે. આ પહેલા જિઓએ પોસ્ટપેડ ગ્રાહકોને ભેટ આપી હતી પરંતુ આ વખતે કંપની પ્રી પેઈડ ગ્રાહકો માટે ઓફર લાવી છે. રિલાયન્સ જિઓએ હોલિડે હંગામા નામથી નવી પ્રી પેઈડ ઓફર રજૂ કરી છે જેમાં ગ્રાહકને 399 રૂપિયાવાળો પ્લાન માત્ર 299 રૂપિયાની ઇફેક્ટિવ પ્રાઈઝ પર મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -