બોક્સ ઓફિસ પર ‘ટોયલેટઃ એક પ્રેમ કથા’ મચાવી રહી છે ધૂમ, જાણો સાત દિવસમાં કરી કેટલી કમાણી
આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મનું લેખન અને ડાયરેક્શન શ્રી નારાયણ સિંહે કર્યું છે.
આ ફિલ્મમાં અક્ષય, ભૂમિ ઉપરાંત અનુપમ ખેર, દિવ્યેંદુ શર્મા અને શુધીર પાંડે મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મ યૂપીના એક નાનકડા ગામની છે જ્યાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે આજે પણ દેશના અનેક વિસ્તારમાં શૌચાલયની સુવિધા નથી, જેના કારણે એક મહિલાને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે જ તમને ભૂમિ અને અક્ષયની લવ સ્ટોરી પણ જોવા મળશે જે આ શૌચાલયના મુદ્દાને આગળ વધારવાનો આધાર છે.
ફિલ્મની કહાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા ભારત અભિયાનથી પ્રેરિત છે. આ ફિલ્મ એક કોમેડી ડ્રામા છે જેમાં શૌચાલય જેવા સામાજિક મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે.
આશા છે કે શુક્રવારની કમાણી મળીને ફિલ્મ કુલ 100 કરોડનો આંકડો પાર કરી જશે.
આ ફિલ્મ ભારતમાં કુલ 3000 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. આ રીતે ફિલ્મની આ કમાણી ધમાકેદાર ગણવામાં આવી રહી છે.
માર્કેટ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને કમાણીની જાણકારી આપી છે. શુક્રવારે ફિલ્મે 13.10 કરોડ, શનિવારે 17.10 કરોડ રૂપિયા, રવિવારે 21.25 કરોડ રૂપિયા, સોમવારે 12 કરોડ, મંગળારે 20 કરોડ, બુધવારે 6.5 કરોડ અને ગુરુવારે 6.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કુલ મળીને ફિલ્મે 7 દિવસમાં 96.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
7માં દિવસે આ ફિલ્મે 6.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 96 કરોડ રૂપિયાની કમામી કરી છે. આ કમાણી ગુરુવાર સુધીની છે. શુક્રવારે પણ આ ફિલ્મે સારી એવી કમાણી કરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
બોલીવુડ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમ કથા’ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. નાના બજેટમાં બનેલી આ ફિલ્મે 7 દિવસમાં ધમાકેદાર કમાણી કરી છે. આગ જાણો કલેક્શન...
- - - - - - - - - Advertisement - - - - - - - - -