શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ કપૂર પરિવારે કરી અપીલ, જાણો પુત્રીઓને લઈને શું કહ્યું....
નવી દિલ્હીઃ ભારતની સુંદર અભિનેત્રી અને લાખો દીલો પર રાજ કરનારી બોલીવુડની ‘ચાંદની’ શ્રીદેવી હંમેશા હંમેશા માટે દુનિયામાં ચાલી ગઈ છે. શ્રીદેવીના અંતિમ સંસ્કાર બુધવારે મુંબઈના વિલે પાર્લે શ્મશાન ભૂમિમાં થયા. શ્રીદેવીની અંતિમ વિદાય બાદ તેના પરિવાર તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં પરિવારે કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલભર્યો સમય રહ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપતિ બોની કપૂરે સોશિયલ મીડિયા પર એક લેટર પોસ્ટ કરી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. આમાં તેમણે લખ્યું છે કે, ‘એક દોસ્ત, પત્ની અને બે જવાન પુત્રીઓની માતાને ગુમાવી દેવાનું દુ:ખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું બધા પરિવારજનો, દોસ્તો, સાથીઓ, શુભચિંતકો અને મારી શ્રીના અસંખ્ય ફેન્સનો આભાર માનું છું જેઓ અમારી સાથે મજબૂતીથી ઊભા રહ્યાં.
શ્રીદેવી પ્રત્યેના લોકોના આ પ્રેમને પુત્રી જાહ્નવી અને ખુશી પોતાની યાદોમાં રાખશે. બે બંને પોતાની માતાને ખૂબ પ્રેમ કરતી હતી. અમને આશા છે કે, જે પ્રેમ, સન્માન અને પોતિકાપણું તમે શ્રીદેવીને આપ્યું, જે તેમની પુત્રીઓને પણ મળશે. આનાથી તે બંનેને પોતાની માતાએ જોયેલા સપના પૂરા કરવામાં મદદ મળશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, છેલ્લા થોડા દિવસો અમારા પરિવાર માટે મુશ્કેલીભર્યા રહ્યાં. શ્રીદેવી એક કાબેલ પ્રતિભાશાળી અને લોકપ્રિય એક્ટ્રેસ હતી જે પોતાની પાછળ એક લાંબો વારસો છોડી ગયા છે. પોતાના પરિવારની સાથે-સાથે શ્રીદેવીને પરિવાર પણ ઘણો લગાવ હતો.
શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ પરિવાર તરફથી રજૂ કરાયેલા એક નિવેદન રજૂ કરી ફેન્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ મુશ્કેલ સમયમાં પ્રશંસકો અને શુભચિંતકોના પ્રેમને લીધે જ અમને હૂંફ મળી રહી. સાથે જ પરિવાર તરફથી દુનિયાભરના ફેન્સ, મિત્રજનો અને સમર્થકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
તેઓ આગળ લખે છે, હું અર્જુન અને અંશુલા તરફથી મળેલા સહયોગ માટે પણ પોતાને નસીબદાર માનું છું. તે મારા, જાહ્નવી અને ખુશી માટે સ્તંભ રહ્યાં. એક પરિવાર તરીકે અમે દુ:ખના પહાડનો સાથે સામનો કરવાનો પ્રયત્ન કર્યો છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -