નવા ઘરમાં શિફ્ટ થઈ આમિર ખાનની દિકરી ઈરા, વાયરલ થઈ રહી છે ઘરની અંદરની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Jul 2020 04:38 PM (IST)
બોલીવૂડ અભિનેતા આમિર ખાનની દિકરી ઈરા નવા ઘરમાં શિફ્ટ થઈ છે. આ ઘરમાં હવે ઈરા પોતાના પરિવાર સાથે નહી પરંતુ એકલી રહેશે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા આમિર ખાનની દિકરી ઈરા નવા ઘરમાં શિફ્ટ થઈ છે. આ ઘરમાં હવે ઈરા પોતાના પરિવાર સાથે નહી પરંતુ એકલી રહેશે. ઈરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા ઘરની તસવીરો શેર કરી છે. તસવીરોમાં ઈરા સ્લીપિંગ સૂટ પહેરી જોવા મળી રહી છે. તેણે ઘરમાં બેસતા પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તમે તેના બુક શેલ્ફને જોઈ શકો છો. આ સાથે જ કેટલીર હાથની બનાવટની પેન્ટિંગ પણ તેને ઘરમાં લગાવી છે. જોઈને લાગે છે કે આ ઈરાનો સ્ટડી રૂમ છે. તેણે તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું, 'મારા નવા ઘરને તો જુઓ.' ઈરા ખાનની તસવીરો પર ફેન્સ ખૂબ રિએક્શન આપી રહ્યા છે. જણાવી દઈએ કે બીજા બોલીવૂડ સ્ટાર કિડ્સની જેમ આમિર ખાનની દિકરી ઈરા એક્ટિંગમાં નહી, પરંતુ ડાયરેક્શનમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છે છે. તેણે તૈયારઓ પણ કરી લીધી છે. ડિસેમ્બર 2019માં તેનુ પ્રથમ નાટક યૂરિપિડ્સ મેડિયા આવ્યું હતું. આ નાટકમાં યુવરાજ સિંહની પત્ની અને એક્ટ્રેસ હેઝલ કીચ પણ જોવા મળી હતી. યૂરિપાઈડ્સ મેડિયા સૌથી લોકપ્રિય ગ્રીક ત્રાસદિયોમાંથી એક છે. આ પ્લેમાં તેના કામને લઈ ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.