આમિર ખાનની દિકરી ઈરાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
abpasmita.in | 16 Dec 2019 05:36 PM (IST)
ઇરાએ હાલમાં જ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન ઘણી વખત તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ફરી એક વખત ઇરા ખાન ચર્ચામાં છે. ઇરાએ હાલમાં જ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઈરા ખાનની ઉંમર 22 વર્ષ છે. ઈરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ખુદ સાથે સંકળાયેલા અપડેટ્સ તસવીરો દ્વારા શેર કરતી રહે છે. ઈરાને તેના મિત્રો સાથે ફરવાનું ખૂબ પસંદ છે. ઈરા તેના મિત્રો સાથે બિકિનીમાં તસવીર શેર કરતી રહે છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ એક્ટ્રેસ તરીકે તેના બોલીવુડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. (તસવીરો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)