Aamir Khan Kiran Love Story: બોલિવૂડ એક્ટર આમિર ખાન અને પત્ની કિરણ રાવ અલગ થઇ રહ્યાં છે. આ આઇડલ કપલના ડિવોર્સના સમાચાર સાંભળીને હર કોઇ સ્તબ્ધ છે. આપ સૌ જાણો છો કે, કિરણ આમિરની બીજી પત્ની છે. બંનેની લવસ્ટોરી એક ફોન કોલ્સથી શરૂ થઇ હતી. 


આમિર ખાન અને કિરણ રાવ પહેલી વખત એક ફિલ્મ લગાનના સેટ પર મળ્યાં હતા. આમિર ખાને એક ઇન્ટરવ્યુમાં કિરણ સંગ થયેલી મુલાકાત વિશે વિસ્તારથી જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2001માં લગાનના સેટ પણ કિરણને પહેલી વખત મળ્યો હતો. તે તેમાં એક આર્ટિસ્ટ ડાયરેક્ટર હતી  પરંતુ તે સમયે બંને વચ્ચે માત્ર પ્રોફેશનલ રિલેશન હતા. 


આમિર ખાને જણાવ્યું કે, " રિના સાથે તલાક થયા બાદ બીજી વખત કિરણને મળ્યો હતો. ટ્રોમાના એ સમયમાં કિરણનો ફોન આવ્યો હતો અને મેં એક કલાક વાત કરી હતી. આ સમયે મને ખૂબ સારૂ ફીલ થયું હતુ. તેમની સાથે વાતચીત કરીને મને સારૂં લાગતું હતું."


આમિર ખાને કહ્યું કે, "ડિવોર્સ બાદ પણ બંને રીના સાથે સંબંધ છે. અમે પાની ફાઇન્ડેશનમાં સાથે કામ કરીએ છીએ. જ્યાં રીના  coo છે. રીના ખૂબ જ શાનદાર વ્યક્તિ છે. ક્યારેક ભલે કોઇ સંબંધ આગળ સુધી ન જઇ શકે પરંતુ દિલમાં તેના માટે પ્રેમ અને ઇજ્જત હંમેશા રહે છે"આમિર ખાનને પહેલા લગ્નથી બે સંતાન છે જુનેદખાન અને આયરાખાન, 


28 ડિસેમ્બર 2005માં કિરણ અને આમિરે લગ્ન કરી લીધા. 2011માં સરોગેસીની મદદથી બંને દીકરા આઝાદનું સ્વાગત કર્યું.  15 વર્ષના લગ્નજીવનમાં કિરણ અને આમિરે અને ચઢાવ ઉતાર જોયા અને અનેક વસ્તુનો મળીને સામનો પણ કર્યો હતો. આ પાવર કપલના જુદા થવાથી તેના ફેન્સને ખૂબ મોટું આશ્ચર્ય થયું છે. 


આમિરખાને એક સ્ટેટમેન્ટ જાહેર કરતા લખ્યું છે કે, "અમારી સંબંધ અને અમારા આ સ્ટેપમાં નિરંતર સમર્થન  અને સમજ  માટે  આપણા પરિવાર અને દોસ્તોને ખૂબ ખૂબ ધન્યવાદ જેને વિના અમે આ પગલું ભરવામાં એટલું સુરક્ષિત મહેસૂસ ન કરત ઉપરાંત અમને શુભચિંતકોથી અપેક્ષા છે કે, તેમની શુભકામમના અમારી સાથે રહેશે, આશા રાખીએ કે આ તલાકને આપ અંત નહી પરંતુ એક નવા સફરની શરૂઆતની રીતે જોશો. "