સુરત: ધારાસભ્ય ઝંખના પટેલે સુરનતા ડુમસ અને સુવાલી બીચ શરૂ કરવાની માંગ કરી છે. તેમણે રજુઆત કરી છે કે, હવે તો ડુમસ અને સુવાલી બીચ શરૂ કરો. છેલ્લા 15 મહિનાથી ડુમસ અને સૂવાલી દરિયા કિનારાના દુકાનદારોનો રોજીરોટીનો પ્રશ્ન ઉભો છે.


સુરતમાં મોલ, મલ્ટીપ્લેક્ષ, જિમ લારી શરૂ થતાં હોય તો ડુમસ અને સુવાલી બીચ કેમ નહીં. મોટી સંખ્યા માં સુવાલી, ડુમસના લોકો રજુઆત કરવા આવે છે. રોજગારી આપો અથવા ખાવાનું આપો તેવી માંગ કરે છે. મહત્વનું છે કે પાલિકાએ ટીકીટ દરે સાયન્સ સેન્ટર ખોલી નાખ્યું છે.


Gandhinagar : કોંગ્રેસના કયા ધારાસભ્યના ઘરમાં થઈ ચોરી? ઘરમાંથી શું શું ચોરાયું?


ગાંધીનગરઃ કોંગ્રેસના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે ચોરી થઈ છે. અંબિકાનગર વિસ્તારમાં આવેલા મકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘરમાંથી રોકડા બે લાખ રૂપિયા, 3 ટીવી અને 2 સોનાની ચેનની ચોરી થઈ હોવાની વિગતો જાણવા મળી છે. 
 
ગઈકાલે રાત્રે ચોરીની ઘટના બની હતી. પોતાના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર પાતાના ઘરે પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 


કોંગ્રેસ નેતાનો પ્રહારઃ 'ભાજપ સરકારે ધાડપાડુ બનીને ઘરની બચત જ નહી, લોકોના મુખનો કોળિયો પણ છીનવી રહી છે'

અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવની અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પણ પડી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મોંઘવારીને લઈને ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે  વધતી જતી મોંઘવારી પર કોંગ્રેસનેતા અર્જુન મોઢવાડિયાનું ટ્વિટ સામે આવ્યું છે. 


ટ્વીટમાં જણાવ્યું છે કે, LPG સિલેન્ડર,પેટ્ર્રોલના ભાવોમાં બેફામ વધારો! ખેડુતોને ઉત્પાદનના ભાવોમાં વધારો નહીં, પણ તેલ,કઠોળ,અમુલ, માં બેફામ વધારો. લોકોની આવક ઘટી, પણ ઘરખર્ચમાં બમણો વધારો! ભાજપ સરકારે ધાડપાડુ બનીને ઘરની બચત જ નહી, લોકોના મુખ નો કોળિયો પણ છીનવી રહી છે.


આ વધતી જતી મોંઘવારીમાં હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ ગયો છે. મોટા ભાગે શાકભાજીમાં 20 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જોકે અત્યારે માર્કેટમાં શાકભાજી સારી નથી આવતી અને અન્ય ચીજોના વધતા જતા ભાવના કારણે લોકોએ હવે શાકભાજીની ખરીદારી પણ ઓછી કરી દીધી છે. લોકોની આવકમાં અત્યારે વધારો નથી અને જાવક બમણી થઇ જવાના કારણે ગૃહિણીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠી છે.


શાકભાજીના ભાવમાં વધારો 


-ગીલોડા 80 રૂપિયા પેહલા 60 રૂપિયા
-કોબીજ 60 રૂપિયા પેહલા 40 રૂપિયા
-ગવાર 100 રૂપિયા પેહલા 80 રૂપિયા
-રીંગણ 80 રૂપિયા પેહલા 60 રૂપિયા
-કેપ્સિકમ 80 રૂપિયા પેહલા 60
-ફ્લાવર 80 રૂપિયા પેહલા 60