આમિર ખાન ફિલ્મ ફ્લોપ થવા પર કેટલી ફીસ લે છે, જાણો અહીં
આમિર ખાને કહ્યું કે, મારું માનવું છે કે જો લોકોને મારી ફિલ્મ પસંદ આવે છે તે બાદ જ હું પૈસા લેવાનું વિચારું છું. આમિર સ્પષ્ટ કહે છે કે ફિલ્મ અસફળ રહે તો હું એકપણ રૂપિયો લેતો નથી.
આમિર કહે છે કે, જ્યારે મને સ્ટોરી પસંદ આવે છે તો હું ફિલ્મ સાઈન કરી લઉ છું પછી બાકીની બધી જવાબદારી નિર્માતા પર છોડી દઉં છું. હું પૂરતો પ્રયાસ કરું છું કે મારા કારણે પ્રોડ્યૂસરને નુકસાન ન થાય. હું હવે મારી ફિલ્મની ફીસ પણ નથી લેતો. જ્યારે બધાને પૈસા પહોંચી જાય છે. બધાનો ફાયદો થઈ જાય છે ત્યારે મારા ભાગના પૈસા આવે છે.
આમિર ખાને સ્પષ્ટ રૂપે કહ્યું કે તેના માટે ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ મહત્વની છે. તે પોતાની ફિલ્મની સ્ટોરીને ખૂબ જ મહત્વ આપે છે. આમિર કહે છે એકવાર તેમની મુલાકાત એવી એક્ટ્રેસ સાથે થઈ હતી, જેણે ફિલ્મની સ્ટોરી સાંભળ્યા વિના એવો પ્રશ્ન કર્યો હતો કે કપડા કેવા પહેરશે. આ સાંભળીને આમિર પણ ખૂબ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતા.
નવી દિલ્હીઃ આમિર ખાને મુંબઈમાં પાંચમાં ઇન્ડિયન સ્ક્રીન રાઈટર્સ કોન્ફરન્સનનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન આમિર ખાને ફિલ્મની રાઈટિંગ સાથે જોડાયેલ અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ખુલીનો પોતાનો પક્ષ રાખ્યો હતો.