બૉલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં હિમાચલ પ્રદેશમાં પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઠા’નું શૂટિંગ કરી રહ્યાં છે. આ દરમિયાન તેમની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે પોતાના ફિલ્મી લૂકમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આમિરના ફેન્સે આ તસવીરો શેર કરી છે.

તસવીરમાં આમિર ખાન ‘લાલ સિંહ ચડ્ઠા’ના લુકમાં નજર આવી રહ્યાં છે. તેમની મોટી મોટી દાઢી અને લાંબા વાળ નજર આવી રહ્યાં છે. શૂટિંગ દરમિયાન આમિર ખાને પોતાના ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી હતી.


એક તસવીરમાં આમિર હિમાચલ પ્રદેશના કેટલાક નાના બાળકો સાથે ફોટો ખેંચાવતા નજરે પડી રહ્યાં છે. ત્યારે અન્ય એક તસવીરમાં આમિર ખૂદ એક દાઢીવાળા વ્યક્તિ સાથે સેલ્ફી લેતા નજર આવી રહ્યાં છે.


ઉલ્લેખનીય છે કે, આમિર ખાને આ પહેલા લગભગ એક મહિના સુધી ફિલ્મનું શૂટિંગ પંજાબમાં કર્યું હતું અને હવે તે હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે. લાલ સિંહ ચડ્ઠા વર્ષ 1994માં આવેલી ટૉમ હેક્સની હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની આધિકારિક રીમેક છે. ફિલ્મનું નિર્દેશન અદ્વેત ચંદન કરી રહ્યાં છે. આમિર સાથે કરીના પણ નજર આવશે.