બોલીવુડના ટોપ સ્ટાર્સમાં સામેલ આમિર ખાને પણ સનીને બર્થ ડે શુભેચ્છા પાઠવી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની સાથે ટ્વિટર પર પણ સનીને શુભકામના આપી હતી. જોકે આમિરે વિચાર્યું પણ નહીં હોય કે સનીને શુભકામના આપવાના કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગશે.
સનીને શુભેચ્છા આપ્યા બાદ અનેક લોકોએ આમિરને ટ્રોલ કર્યો. બોલીવુડમાં આમિર ખાન ઉપરાંત અન્ય કોઇ ટોપ સ્ટારે સનીને શુભકામના આપી નહોતી. એક યૂઝર્સે આમિરને ઇસ્લામની યાદ અપાવીને બર્થ ડે વિશ હરામ હોવાનું જણાવ્યું.
અન્ય એક યૂઝર્સે પૂછ્યું કે, સર કઈ લાઈનમાં આવી ગયા છો તમે ? જેનો જવાબ આપતાં એક યૂઝર્સે લખ્યું, જે લાઇનમાં તમારા પ્રધાનમંત્રી પહેલાથી જ છે.