4 વર્ષ બાદ ફરીવાર એક સાથે જોવા મળશે ત્રણેય ખાન, ખાસ છે કારણ
જણાવીએ કે, હાલમાં જ અમિતાભ બચ્ચન માટે બ્લેકમેલનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ફિલ્મ જોયા માટે બિગ બીએ તેના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે ઇરફાન ખાનની એક્ટિંગના પણ ખૂબ વખાણ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાત જો ઇરફાન ખાનની કરીએ તો ન્યૂરો ઇન્ડોક્રાઈન ટ્યૂમર નામની બીમારીનો સામનો કરી રહ્યા છે. અહેવાલ છે કે તે હાલમાં લંડનમાં પોતાની બીમારીની સારવાર કરાવી રહ્યો છે. એક્ટરની બીમારી વિશે જાણીને સમગ્ર ફિલ્મ ઉદ્યોગ શોક્ડ થઈ ગયો છે.
ઘણી ઓછી એવી તક મળે છે જ્યારે ત્રણેય ખાન સાથે આવે છે. પ્રથમ વખત ત્રણેયને 2014માં એક ટીવી શોમાં જોવા મળ્યા હતા. એ પ્રથમ ઘટના હતી જ્યારે ત્રણેય સ્ટાર્સ એક મંચ પર આવ્યા હતા. આ યાદગાર પળ આજે પણ ફેન્સમાં દિમાગમાં છે.
મુંબઈ મિરરના અહેવાલ અનુસાર, આમિર, શાહરૂખ અને સલમાન ખાન માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવશે. આ ત્રણેય એક્ટર્સ ફિલ્મનું પ્રમોશન કરશે. આ અહેવાલમાં સત્યું કેટલું છે તે તો સમય જ બતાવશે, રંતુ જો ત્રણેય ખાન સાથે આવશે તો ચોક્કસ આ ફેન્સ માટે ખુશખબર હશે.
નવી દિલ્હીઃ ઇરફાન ખાનની ફિલ્મ બ્લેકમેલ 6 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. પરંતુ તેની બીમારીને કારણે ઇરફાન ખાન ફિલ્મનું પ્રમોશન નહીં કરી શકે. મુશ્કેલીના આ સમયે ઇરફાન ખાનને બોલિવૂડના ત્રણેય ખાનનો સપોર્ટ મળ્યો છે. અહેવાલ છે કે ઇરફાનની ફિલ્મને પ્રમોટ કરવા ત્રણેય ખાન સાથે આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -