મુંબઈ: બિગ બોસ ફેમ ગુજરાતી ટીવી એક્ટ્રેસ આશકા ગોરડિયા પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ આશકાએ પોતાના ઈન્સટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમા તે પોલ ડાંસ કરતી જોવા મળી રહી છે. આશકાના વીડિયોને તેના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પણ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


આશકાએ સોની ટીવી પર કુસુમમાં કુમુદની ભુમિકા ભજવી હતી. લાગી તુજસે લગનમાં કલાવતીની ભૂમિકા ભજવ્યાં બાદ આશકા ગોરડિયા ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે.




નાગિનમાં આશકાના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આશકા ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. આશકા પોતાના યોગની બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. 2012માં આશકા કલર્સ ટીવીના રિયાલીટી શો બિગ બૉસ 6માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.