નાગિન ફેમ આશકા ગોરડિયાએ કર્યો પોલ ડાન્સ, જુઓ વીડિયો
abpasmita.in | 12 Dec 2019 08:59 PM (IST)
નાગિન અને બિગ બોસ ફેમ ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ પોલ ડાન્સ કર્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મુંબઈ: નાગિન અને બિગ બોસ ફેમ ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ પોલ ડાન્સ કર્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આશકાએ પોલ ડાન્સનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. થોડા સમય પહેલા આશકાએ ટોપલેસ થઈને યોગ કરતી તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરે ઈન્ટરનેટ પર સનસની મચાવી હતી. યોગાલવર આશકા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ આશકાએ બ્લૂ બિકીનીમાં બીચ પર યોગ કરતા ફોટોઝ અને વીડિયો શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આશકા નાગિન-2 માં જોવા મળી હતી. આશકાએ 2002માં ટીવી વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. બિગ બોસમાં ભાગ લેવા પહેલા આશકા ખતરો કે ખિલાડી સીઝન 4માં પણ જોવા મળી હતી. (તસવીર અને વીડિયો સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)