આયત શર્માનો જન્મ 27 ડિસેમ્બરે થયો હતો. આ દિવસ તેના મામા સલમાન ખાનનો જન્મ દિવસ છે. આ વર્ષે સલમાનના 54માં જન્મદિવસ પર અર્પિતાએ તેને બર્થડે ગિફ્ટ આપવા માટે તેની ડિલિવરી 27 ડિસેમ્બરે કરાવી હતી.
સલમાનની ખાન અને આયુષ શર્માના પરિવારે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરતા શુક્રવારે જણાવ્યું હતું કે, અત્યંત ખુશી અને હર્ષ સાથે અમે જણાવવા માગીએ છીએ કે અમારા ઘરે દિકરીનો જન્મ થયો છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)