ABP Ideas of India: એબીપીના આઈડીયાસ ઓફ ઈન્ડિયા કાર્યક્રમમાં બોલીવૂડ એભિનેત્રી તાપસી પન્નુ પણ હાજર રહી હતી. તાપસી પન્નુ સાથે જાણિતા લેખક ચેતન ભગતે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તાપસી પન્નુએ વિવિધ મુદ્દાઓ જેવા કે, સ્ત્રીસશક્તિકરણ, બાળકો, કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના વિવાદ, અને પોતાના લગ્ન વિશે વાતચીત કરી હતી.


તાપસી બાળકોને પણ સંપૂર્ણ સ્વતંત્રતા આપવાના પક્ષમાંઃ
અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું કે, તેને એવું નથી લાગતું કે તે કોઈ બાબતમાં કમ છે. તાપસી નાનપણથી જ તે પોતાને અલગ માને છે. ભલે તેણીને બાળપણમાં એટલી આર્થિક સ્વતંત્રતા ન હતી, પરંતુ તે તેના બાળકોને સંપૂર્ણ આર્થિક સ્વતંત્રતા આપશે. તેઓ માને છે કે જો, બાળકોને સારું શિક્ષણ આપવામાં આવે તો તેઓ પણ પૈસાની બાબતમાં જવાબદાર બની શકે છે. જ્યારે પણ તેણીને બાળક હશે, ત્યારે તે પોતના બાળક માટે પ્રતિબંધોનું વર્તુળ નહી બનાવે.


'ધ કાશ્મીર ફાઇલ્સ' પર તાપસી પન્નુના વિચારોઃ
'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે તાપસી પન્નુનું કહેવું છે કે, તે નથી માનતી કે તેના આધારે લોકોને વિભાજિત કરવાનો ઈરાદો છે, પરંતુ આ ફિલ્મે લોકોને ચોંકાવી દીધા છે, તે સાચું છે. આજકાલ તમે કોઈપણ ધર્મની વાત કરશો, તેના પર લોકોની પ્રતિક્રિયા આવવા લાગશે. આ ફિલ્મને પ્રોપેગન્ડા ફિલ્મ કે કંઈક નામ આપવું લોકોનો અભિપ્રાય છે. આ તેમની વિચારસરણી છે. તાપસી પન્નુએ એમ પણ કહ્યું કે, આ ફિલ્મને લઈને લોકોનું ભાવુક થવું કોઈ પણ રીતે ખોટું નથી, તે તેમની સંપૂર્ણ સ્વતંત્રતા છે.


લગ્નના સવાલ પર તાપસી પન્નુનો આ હતો જવાબઃ
તેના લગ્નના સવાલ પર તાપસી પન્નુ કહે છે કે, હા તેને લાગે છે કે તે ભવિષ્યમાં લગ્ન વિશે વિચારશે અને ઘર-પરિવાર વિશે તેના વિચારો સકારાત્મક છે. તાપસી માટે પરિવારનો હિસ્સો બનવું તેના માટે મોટી વાત હશે, પરંતુ તેને નથી લાગતું કે તે લગ્ન માટે તેની કરિયરમાંથી બ્રેક લે.


હજુ પણ સ્ત્રીઓ માટે રુઢિવાદી વિચારોઃ તાપસી
તાપસી પન્નુ કહે છે કે, આજે પણ સમાજમાં મહિલાઓ માટેની વિચારસરણીમાં રૂઢિચુસ્તતા જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રી પરિણીત છે અને તેને ઘરથી દૂર કામ કરવું પડે છે, તો તે તેના સંબંધીઓ અને સમાજના ઘણા લોકોને પસંદ નથી. આવું ઉદાહરણ તેમના (તાપસીના) પરિચિતોમાં પણ જોવા મળે છે.