Ideas of India : ન્યૂ લદ્દાખ મુવમેન્ટના નેતા અને એન્જિનીયર સોનમ વાંગચુક એબીપી ન્યૂઝના આઇડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટ 2022માં ભાગ લીધો, તેમને પણ બાળકોના વિકાસ માટે જરૂરી શિક્ષણના અધિકાર પર ચર્ચા કરી. તેમને કહ્યું દેશના દરેક બાળકને યોગ્ય પ્રમાણમાં શિક્ષણ મળી રહે તે મહત્વનુ અને જરૂરી છે, દરેક બાળક ખાસ છે.


એબીપી આઇડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટમાં એન્જિનીયર અને એજ્યૂકેશન રિફોર્મરે સોનમ વાંગચુકે સૌથી પહેલા કહ્યું કે, આજના માટે મારુ પરિધાન એક સંદેશ છે, દેશ કેટલીય વિભિન્નતાઓ હોવા છતાં એક છે, અને અહીંના અલગ અલગ રાજ્યોના પરિધાન માટે પણ આપણા મનમાં સન્માન હોવુ જોઇએ. આપણે આ જગ્યાએ બેઠા છીએ, જ્યાં 18 ડિગ્રીની નજીક તાપમાન છે, જ્યારે બહાર મુંબઇમાં ઘણુબધુ તાપમાન છે. અહીં ઠંડુ તાપમાન રહેતુ હોવાથી આ પરિધાન ધારણ કરવુ પણ જરૂરી થઇ ગયુ છે.  


દરેક બાળક ખાસ છે -સોનમ વાંગચુક
સોનમ વાંગચુકે કહ્યું કે, દરેક બાળક ખાસ છે અને તેના માટે શિક્ષણનો અધિકાર સૌથી જરૂરી છે. મને ચિંતા છે કે દેશના દરેક ખુણામાં રહેલા બાળકો માટે સમાન શિક્ષણના અધિકારની સ્થિતિ હજુ પણ પુરેપુરી રીતે નથી થઇ રહી, અને કેટલાય બાળકો આ અધિકારથી વંચિત હોવાના કારણે પોતાના વિકાસનો હક ખોઇ રહ્યાં છે. મને સ્વયં 9 વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણની સુવિધા ન હતી મળી અને તેના પાછળ કેટલાય કારણો રહ્યાં. હું ઇચ્છુ છે કે આજકાલના જમાનામાં કોઇ બાળક આનાથી વંચિત ના રહે.


 


 


 


 



--


આ પણ વાંંચો........ 


FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર


Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર


પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો


Water Harvesting : વરસાદનું પાણી એકઠું કરવા આ આ શખ્સે એવો જુગાડ કર્યો કે વિડીયો જોઈને તમે પણ કહેશો, વાહ!


વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત


The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા