મુંબઇઃ બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું 8 સપ્ટેમ્બરના રોજ સવારે થયું હતું. તેમના અંતિમસંસ્કાર મુંબઈના વિલેપાર્લે સ્થિત પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યાં હતાં. અરુણા ભાટિયા છેલ્લાં 3 સપ્ટેમ્બરથી દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. અક્ષય કુમારે આ ખરાબ સમાચાર પોતાના ટ્વીટરથી ફેન્સને આપ્યા હતા. હવે રિપોર્ટ છે કે ખિલાડી કુમારે માનવતાનુ વધુ એક ઉદાહરણ પુરુ પાડ્યુ છે, તેને પોતાની માતાના અંતિમ સંસ્કાર બાદ તરતજ ફિલ્મ ડિરેક્ટર આનંદ એલ રાયના માતાના નિધનના અંતિમ સંસ્કારમા સામેલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની માતા લાંબા સમયથી બીમાર હતા અને થોડા દિવસો પહેલા તેને મુંબઈના પવઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


અક્ષય કુમારના માતાના નિધન બાદ ફિલ્મ ડિરેક્ટર આનંદ એલ રાયની માતાનુ પણ અવસાન થયું હતુ. આનંદ એલ રાય તેમની માતાની ખૂબ જ નજીક હતા. નિધનના સમાચાર મળતા જ તેઓ તરત ઘરે પહોંચ્યા હતા. પ્રોડ્યૂસર શૈલેષ સિંહ પણ તેમના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા. અક્ષય કુમાર પણ તેમની માતાની ચિતા ઠરી પણ ન હતી, અને આનંદ એલ રાયની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો.


ખાસ વાત છે કે, ફિલ્મ ડિરેક્ટર આનંદ એલ રાય બે ફિલ્મો અતરંગી રે અને રક્ષાબંધન બનાવી રહ્યાં છે, અને આ ફિલ્મોમાં એક્ટર તરીકે ખિલાડી કુમાર અક્ષય કુમાર છે. આનંદ એલ રાય અને અક્ષય કુમાર સારા મિત્રો પણ છે. આનંદ એલ રાય અત્યારે સુધીમાં રાંઝણા, તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચુક્યા છે. 


પોતાની માતાના નિધનના સમાચાર આપતા અક્ષયે એક ટ્વીટ કર્યુ હતુ. આ લાગણીશીલ ટ્વિટમાં અક્ષય કુમારે લખ્યું, 'તે મારું સર્વસ્વ હતું. અને આજે હું અસહ્ય પીડા અનુભવું છું. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા આજે સવારે શાંતિથી આ દુનિયા છોડીને મારા પિતા પાસે બીજી દુનિયામાં પહોંચી ગયા છે. હું અને મારો પરિવાર આ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે તમારી પ્રાર્થનાનો આદર કરું છું. ઓમ શાંતિ '




હોસ્પિટલમાં ગંભીર હાલતમાં માતાની સંભાળ રાખવા માટે અક્ષય કુમાર બે દિવસ પહેલા લંડનથી મુંબઈ પહોંચ્યો હતો. અક્ષય કુમાર છેલ્લા કેટલાક અઠવાડિયાથી લંડનમાં તેની આગામી ફિલ્મ 'સિન્ડ્રેલા'ના શૂટિંગમાં વ્યસ્ત હતો, પરંતુ તેની માતાની હાલત નાજુક હોવાની જાણ થતાં જ અક્ષય કુમાર ફ્લાઇટ દ્વારા મુંબઈ પરત ફર્યો.