બોલિવૂડના આ સ્ટાર એક્ટરે શેર કરી તેની યુવાનીની તસવીર, શું તમે ઓળખો છો?
abpasmita.in | 25 Sep 2019 08:21 AM (IST)
અનિલ કપૂર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે ફોટો, વિડીયો શેર કરતા રહે છે.
નવી દિલ્હીઃ અનિલ કપૂર બોલિવૂડના ફિટ એક્ટર્સમાંથી એક છે. મોટેભાગે તેના પર એવી કમેન્ટ કરવામાં આવતી હોય છે કે તેના ચહેરાથી તેની ઉંમર ખબર નથી પડતી. કહેવાય છે કે, અનિલ કપૂરની ઉંમર વધતી જ નથી અને તે આ રીતે જ હંમેશા યુવાન જોવા મળશે. હાલમાં જ અનિલ કપૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાની યુવાનીના દિવસોની એક તસવીર પોસ્ટ કરી છે. અનિલ કપૂર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે ફોટો, વિડીયો શેર કરતા રહે છે. મંગળવારે ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો જૂનો ફોટોગ્રાફ શેર કર્યો. જેમાં તે ખૂબ જ પાતળો અને યંગ દેખાઈ રહ્યો છે. ફોટો શેર કરતા લખ્યું ‘છોટી આંખે, પતલી બાહે, બહુત જ્યાદા બાલ…કોઈ પરવા નહી! કડી મહેનત, વિશ્વાસ ઓર તકદીર આપકો વહા લે જા સકતી હૈ જહા કન્વેંશનલ એટિટ્યૂડ નહીં લે જા શકતે હૈ.’ વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે ‘મલંગ’ અને કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે. આ સાથે અન્ય ઘણા પ્રોજેક્ટ તેની પાસે છે.