ન્યૂયોર્કઃ હ્યુસ્ટનમાં હાઉડી મોદી બાદ ન્યૂયોર્કમાં ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા અને ભારતના સારા મિત્ર છે. તેઓ સમય કાઢીને હ્યુસ્ટન આવ્યા તે માટે હું તેમનો આભાર માનું છું.


ભારત અને અમેરિકા વચ્ચે ઘણા સારા સંબંધ છે. બંને દેશો વચ્ચે કારોબાર પણ વધારવામાં આવશે. આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર રહ્યા હતા.


ટ્રંપે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા સારા મિત્ર છે. પીએમ મોદીએ આતંકવાદ પર વાતચીત કરી અને પોતાનો પક્ષ સ્પષ્ટ રીતે મુક્યો. બન્ને દેશ મળીને કાશ્મીરના મુદ્દાનો ઉકેલ લાવી શકે છે. પીએ મોદીએ પાકિસ્તાનને જવાબ આપી દીધો છે. અમે સાથે મળીને ઇસ્લામીક આતંકવાદનો ઉકેલ લાવીશું. ટ્રંપે કહ્યું કે પીએમ મોદી રૉકસ્ટાર એલવિસ પ્રેસ્લી જેવા લોકપ્રિય છે.




ટ્રમ્પ સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ બોલ્યા કે, 'હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું કે તેઓ હ્યૂસ્ટન આવ્યા. તેઓ મારા મિત્ર છે, સાથે જ ભારતનાં પણ મિત્ર છે.' ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે જલદી ટ્રે઼ડ ડીલ થશે.

પીએમ મોદીએ કહ્યું કે, 'ભારત અને અમેરિકા ઝડપથી આગળ વધી રહ્યા છે. અમારી દોસ્તી વધારે મજબૂત થશે.' તો આતંકવાદ સામે તેમણે સાથે મળીને લડવાની વાત કરી છે.