Pics: ‘ગર્લફ્રેન્ડ’ મલાઈકા સાથે ફરી રહેલા અર્જૂન કપૂરે કેમ મોઢાં પર રૂમાલ બાંધ્યો? આ રહ્યું કારણ
બોલ્ડ અદાઓ માટે પ્રખ્યાત મલાઈકા અરોરા આ પાર્ટીમાં પણ બહુ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.
રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન આ બન્નેની સાથે અર્જૂનના કાકા-કાકી, કઝિન મોહિત મારવા અન કરણ જોહર સહિત ફિલ્મની હસ્તીઓ અને મિત્રો જોવા મળ્યા હતાં. મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર પોતાના રિલેશન અને લવ લાઈફને લઈને છેલ્લા ઘણાં સમયથી લાઈમ લાઈટમાં રહે છે.
હકીકતમાં તે પોતાની આવનારી ફિલ્મ ‘પાનીપત’નો લૂક બધાંથી બચાવવા માંગતો હતો. આવનારી ફિલ્મ ‘પાનીપત’માં અર્જૂન ખુબ અલગ ભૂમિકામાં જોવા મળશે. આ જ કારણ છે કે તે પોતાના લૂકને મીડિયાના કેમેરાથી બચાવવા માંગતો હતો.
આ રેસ્ટોરાની બહાર નીકળતાં જ મોઢું છૂપાવતો અર્જૂન ફટાફટ ગાડીમાં બેસી ગયો હતો. જોકે અર્જૂનની આવી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. આમ તો ખુલ્લેઆમ અર્જૂન મલાઈકા સાથે હવે જોવા મળે છે તો પછી મોઢું કેમ છુપાવ્યું હતું? અર્જૂને મલાઈકાના ચક્કરમાં પોતાના મોઢા પર કપડું બાંધ્યું નહોતું.
ડિનર ડેટ બાદ અર્જૂન કપૂર બહાર નીકળતાં જ પોતાનું મોંઢુ કપડાંથી ઢાંકી દીધું હતું અને કેમેરાથી મોઢું છૂપાવતા જોવા મળ્યો હતો. જોકે, આ ડિનર ડેટ પર બંને એકલા નહતાં. પરંતુ તેમની સાથે કરણ જોહર, અર્જૂનના કાકા સંજય કપૂર અને પત્ની મહિપ કપૂર પણ હતા.
મુંબઈ: અભિનેતા અર્જૂન કપૂર ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે ડેટને લઈને તો ક્યારેક પોતાના લૂકને લઈને મીડિયામાં ચર્ચામાં રહે છે. શુક્રવારે અર્જૂન કપૂર એકવાર ફરીથી જૂહુ વિસ્તામાં ગર્લફ્રેન્ડ મલાઈકા સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો હતો.