બૉલિવૂડ એક્ટર અર્જુન કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પોતાના ઘરે જ થયો આઈસોલેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Sep 2020 02:44 PM (IST)
બૉલિવૂડ એક્ટર અર્જુન કપૂર કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે અને તે ડૉક્ટોરોની દેખરેખમાં પોતાના ઘરે જ આઈસોલેટ થયો છે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટર અર્જુન કપૂર કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે. અર્જુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે ડૉક્ટોરની દેખરેખમાં હોમ ક્વોરન્ટાઈન થયો છે. આ અંગેની જાણકારી એક્ટરે ખુદ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે, “તમને બધાને જાણ કરવાની મારી ફરજ બને છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, હું સંપૂર્ણ સ્વસ્થ છું અને મારામાં કોઈ લક્ષણો નથી. ડૉક્ટરો અને બીએમસીની સલાહ પ્રમાણે હું હોમ ક્વોરન્ટાઈન થયો છું. ” રિપોર્ટ અનુસાર, અર્જુન કપૂર, રકુલ પ્રીત સિંહ તથા અન્ય નિખિલ અડવાણીના બેનર હેઠળ ફિલ્મનું શૂટિંગ ફિલ્મસિટીમાં કરી રહ્યાં હતા.