નવી દિલ્હીઃ સાયબર સિક્યૂરિટી એક્સપર્ટ્સે ગૂગલ પ્લે સ્ટૉરમાં અવેલેબલ એવી કેટલીય એપને શોધી કાઢી છે, જે જોકર મેલવેયરથી સંક્રમિત નીકળી છે. આ એપ્સને અત્યાર સુધી કુલ બે લાખથી વધુ વાર ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે. એક રિપોર્ટ અનુસાર આ એપ્સમાં ફનવીનિયન્ટ સ્કેનર 2, સેફ્ટી એપલૉક, પુશ મેસેજ- ટેક્સટિંગ એન્ડ એસએમએસ, ઇમોજી વૉલપેપર, સેપરેટ ડૉક સ્કેનર અને ફિંગરટિપ ગેમબૉક્સ જેવી એપ્સ સામેલ છે.


પહેલા પણ કરવામાં આવી છે રિમૂવ...
રિપોર્ટનુ માનીએ તો આ એપ્સને ગૂગલ પ્લે સ્ટૉર પરથી હટાવી દેવામાં આવી છે. જોકે, હજુ પણ જે સ્માર્ટફોન્સમાં આ એપ અવેલેબલ છે, તેમને તરતજ ડિલીટ કરી દેવાની સલાહ આપવામાં આવી છે, ખરેખર, જોકર માલવેયર ડિવાઇસમાં આવ્યા બાદ યૂઝર્સના પ્રીમિયમ સર્વિસ કંઇપણ જાણ્યા વિના સબસ્ક્રાઇબ કરી દે છે. આ પહેલા 2017થી ગૂગલે પ્લે સ્ટૉર પરથી આવી 1700 એપ્સ હટાવી છે, જે જોકર માલવેયરથીં સક્રમિત નીકળી હતી. જોકે આ એપ્સ બીજુ રૂપ લઇને પ્લે સ્ટૉર પર આવી જાય છે.

ફોનમાં હોય તો આ એપ કરી દો ડિલીટ....
હટાવવામાં આવેલી એપ્સમાંથી Safety AppLock નુ કામ કોઇપણ એપને પેટર્ન કે પાસવર્ડથી લૉક કરવાનુ હતુ. Push Message-Texting & SMS એક એસએમએસ અને મેસેજિંગ એપ હતી, જેમાં રિંગટૉનથી લઇને વાઇબ્રેશન પેટર્ન સુધી કસ્ટમાઇઝ કરી શકતી હતી. આ ઉપરાંત Emoji Wallpaper એપનો યૂઝ ફોનના બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે કરવામાં આવતો હતો. વળી Separate Doc Scanner પણ એક ડૉક્યૂમેન્ટ સ્કેનર એપ હતી. આ તમામ એપને પ્લે સ્ટૉરથી હટાવી દેવામાં આવી છે. જો તમારા ફોનમાં આ ખતરનાક એપ અવેલેબલ છે તે તેને તરતજ ડિલીટ કરી દો.