પિતા બન્યા બાદ ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં પ્રથમ વખત જોવા મળ્યો આ બોલીવૂડ અભિનેતા, જુઓ વીડિયો
abpasmita.in | 05 Aug 2019 08:12 PM (IST)
હાલમાં જ માતા બનેલી ગેબ્રેલિના મુંબઈમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. ગત મહિનાની 18 જૂલાઈના ગેબ્રેલિનાએ દિકરાને જન્મ આપ્યો છે.

મુંબઈ: હાલમાં જ માતા બનેલી ગેબ્રેલિના મુંબઈમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. ગેબ્રેલિના અર્જુન રામપાલ સાથે લંચ પર નિકળી હતી. બાળકને જન્મ આપ્યા બાદ ગેબ્રેલિના પ્રથમ વખત જાહેરમાં જોવા મળી હતી. ગત મહિનાની 18 જૂલાઈના ગેબ્રેલિનાએ દિકરાને જન્મ આપ્યો છે. ગેબ્રિલેના સાથે બોયફ્રેન્ડ અર્જુન રામપાલ પણ જોવા મળ્યો હતો. અર્જુન રામપાલ અને ગેબ્રેલિનાએ પોતાના દિકરાનું નામ અરિક રાખ્યું છે. દિકરાના જન્મ બાદ ગેબ્રેલિનાએ તેની તસવીર પણ શેર કરી હતી. ગેબ્રેલિના પ્રેગ્નેન્સી દરમિયાન વર્કઆઉટ પણ કરતી હતી. જેની તેસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. (તસવીરો- માનવ મંગલાણી)