નવી દિલ્હીઃ બૉલીવુડના એક્ટર અર્જૂન રામપાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેને પિતા બનવાની જાણકારી આપી છે. અર્જૂને જાહેરાત કરી છે કે, તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રાઇએડ્ઝમાં બનવાની છે.


અર્જૂન રામપાલે આ વાતને ટ્વીટર પર શેર કરતાં લખ્યુ કે, "તારો સાથ મેળવીને અને બધા નવેસરથી શરૂ કરીને ખુશકિસ્મત અનુભવી રહ્યો છું. આ બેબી માટે તારો આભાર બેબી." ગેબ્રિએલા 32 વર્ષની અને અર્જૂન રામપાલ 46 વર્ષનો છે.


આની સાથે ફિલ્મ 'રૉય'ના અભિનેતાએ એક તસવીર શેર કરી છે જેમાં ગેબ્રિએલાની સાથે બેબી બંપ દેખાઇ રહ્યો છે. ગેબ્રિએલા સાઉથ આફ્રિકાની એક મૉડલ અને અભિનેત્રી છે. તે બૉલીવુડની ફિલ્મ 'સોનાલી કેબલ'માં કામ કરી ચૂકી છે.